બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 5 સંકેત મળે તો માની લો કે ભગવાનને સાંભળી છે તમારી પ્રાર્થના!

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / આ 5 સંકેત મળે તો માની લો કે ભગવાનને સાંભળી છે તમારી પ્રાર્થના!

Last Updated: 08:07 AM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કહેવાય છે કે ઈશ્વર માત્ર તેમના ભક્તોની સાચી ભક્તિ અને હૃદયપૂર્વકની ભાવનાને જ જુએ છે. જો તમારા ઈરાદા શુદ્ધ હોય, તો તમારી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી! પરંતુ તમને કેવી રીતે ખબર પડે કે ઈશ્વરે તમારી પ્રાર્થના સાંભળી છે?

1/6

photoStories-logo

1. ભગવાન તમારી પ્રાર્થના સાંભળી કે નહીં?

જ્યારે દરેક માર્ગ બંધ હોય તેવું લાગે અને આશાનું છેલ્લું કિરણ પણ ઝાંખું પડવા લાગે, ત્યારે આપણે ઈશ્વર સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કર્યા પછી, આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે શું ઈશ્વરે આપણી વાત સાંભળી છે? સનાતન પરંપરા અનુસાર, જ્યારે ઈશ્વર આપણી ભક્તિથી પ્રસન્ન થાય છે અથવા આપણા દુઃખનો અંત લાવવાના હોય છે, ત્યારે તેઓ અત્યંત વિશેષ અને શુભ સંકેતો દ્વારા આપણને તેનો અહેસાસ કરાવે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય, તો સમજી લેજો કે પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે!

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મનનું અચાનક શાંત અને હળવુ થવું

ઈશ્વરને કરેલી પ્રાર્થનાની સૌપ્રથમ અસર તમારા પોતાનામાં જ અનુભવાય છે. જો પ્રાર્થના કર્યા પછી અથવા થોડા દિવસોમાં તમારી ચિંતા દૂર થઈ જાય અને તમારું મન કોઈ પણ દેખીતા કારણ વિના શાંત, હળવું અને સુરક્ષિત અનુભવવા લાગે, તો તે સંકેત છે કે ઈશ્વરે તમારી ચિંતાઓનો ભાર પોતાના પર લઈ લીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પૂજા કરતી વખતે આ ચમત્કાર થવો

જો મંદિરમાં બેઠા હોય ત્યારે તમને આ ત્રણ બાબતોનો અનુભવ થાય, તો તેને ઈશ્વરની પ્રત્યક્ષ હાજરીનું સંકેત માનવામાં આવે છે: આરતીના દીવાની જ્યોતનું અચાનક તેજસ્વી થવું કે ઊંચે ઉઠવું, મૂર્તિ કે છબી પર ચડાવેલું ફૂલ છૂટું પડીને તમારી તરફ પડવું, અને કોઈ પણ પ્રકારના દુઃખ વિના, માત્ર શુદ્ધ ભક્તિભાવને કારણે આંખોમાં આંસુ આવવા. આ સંકેતો સૂચવે છે કે ઈશ્વરે તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તેમની કૃપા હંમેશા તમારી સાથે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સપનામાં દિવ્ય વસ્તુઓ જોવી

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઈશ્વર સ્વપ્ન દ્વારા એવો સંકેત પણ આપે છે કે તેમણે તમારા હૃદયના ઊંડાણના વિચારો સાંભળી લીધા છે. જો તમને સ્વપ્નમાં મંદિર, શિવલિંગ કે દેવી-દેવતાઓના દર્શન થાય અથવા સ્વચ્છ વહેતું પાણી, પ્રજ્વલિત દીવો કે આશીર્વાદ આપતા કોઈ ઋષિ જોવા મળે તો સમજી લેવું કે તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઘરના દરવાજા પર આ જીવોનું આવવુ

ઘણીવાર ઈશ્વર પ્રકૃતિના માધ્યમથી પોતાના ભક્તો સુધી સંદેશ પહોંચાડે છે. ઉદાહરણ તરીકે, મુખ્ય પ્રવેશદ્વાર પર ગાયનું ઊભા રહેવું કે ભાંભરવું એ માતા લક્ષ્મીની કૃપાનું સૂચક છે. બાલ્કની કે આંગણામાં પક્ષીઓ દ્વારા માળા બાંધવા અથવા તેમનો કલરવ સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. ઘરમાં અચાનક કાળી કીડીઓનું ઝુંડ દેખાવું એ સંકેત છે કે અટવાયેલા નાણાં પાછા મળશે અને મુશ્કેલીઓ દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બંધ રસ્તા અચાનક ખુલવા લાગે

જો તમે મહિનાઓથી કોઈ સમસ્યામાં અટવાયેલા હોવ અને અચાનક તમને તેનો ઉકેલ મળી જાય, અથવા કોઈ અજાણી વ્યક્તિ તમને મદદ કરવા માટે આગળ આવે, તો સમજી લેવું કે ઈશ્વર પોતે જ કોઈને કોઈ સ્વરૂપે તમારું માર્ગદર્શન કરી રહ્યા છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

hindu mythology 5 shubh sanket religious beliefs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ