ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Rajpal Yadavની વધી મુશ્કેલી! ₹16 કરોડથી વધુના દેવામાં ડૂબ્યા, બેંકે સંપત્તિ હરાજીની નોટિસ ચોંટાડી

બોલિવૂડ / Rajpal Yadavની વધી મુશ્કેલી! ₹16 કરોડથી વધુના દેવામાં ડૂબ્યા, બેંકે સંપત્તિ હરાજીની નોટિસ ચોંટાડી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:54 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajpal Yadav Notice: રાજપાલ યાદવ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું 16 કરોડ 61 લાખ રૂપિયાનું દેવું છે

ADVERTISEMENT

Rajpal Yadav Notice: રાજપાલ યાદવ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું 16 કરોડ 61 લાખ રૂપિયાનું દેવું છે, જેના કારણે બેંકે શાહજહાંપુર અને મુંબઈમાં તેમની બે મોટી મિલકતોની હરાજી કરવાની નોટિસ કાઢી છે. અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. નવ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ બાદ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ હવે લોન વસૂલવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.

શાહજહાંપુરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈ શાખાએ તેમની બે મોટી મિલકતોની હરાજી માટે નોટિસ જારી કરી છે. રાજપાલ યાદવ પર બેકનું 16 કરોડ 61 લાખ 64 હજારનું દેવું હતું. રાજપાલ યાદવે ફિલ્મ "અતા પતા લપતા" માટે આ લોન લીધી હતી.

રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધારો

બેંક વસૂલાત અધિકારીઓ શાહજહાંપુરમાં રાજપાલના પૈતૃક ગામ પહોચ્યા હતા. તેમણે અભિનેતાની મિલકતો પર હરાજીની નોટિસ લગાવી. બેંકનો દાવો છે કે આ રકમમાં લોન અને લોન પરનું વ્યાજ શામેલ છે.

માહિતી અનુસાર રાજપાલ શાહજહાંપુરમાં બે મિલકતોના માલિક છે. એક શહેરમાં છે, અને તેનું ગામમાં એક ખેતર અને એક ઘર છે. શાહજહાંપુરમાં બંને મિલકતોની કિંમત ₹3 કરોડ 19 લાખ 26 હજાર અંદાજવામાં આવી છે. આ મિલકતોની 9 સપ્ટેમ્બર 2026 ના ઓનલાઈન હરાજી કરવામાં આવશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ મનોરંજન / લગ્ન પહેલાં જ માતા બનવા માંગે છે આમ્રપાલી દુબે, સાંભળીને ચોંકી ગયા નિરહુઆ

રાજપાલ યાદવે લોન માટે કોલેટરલ તરીકે તેમની પત્ની રાધા યાદવ અને તેમની માતા ગોદાવરી યાદવની મિલકતો ગીરવે મૂકી હતી. શાહજહાંપુર ઉપરાંત મુંબઈમાં તેમની મિલકતોની હરાજી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. બેંક હવે નિયમો અનુસાર વધુ વસૂલાત પ્રક્રિયાઓ પૂર્ણ કરશે. જો બાકી રકમ સમયસર ચૂકવવામાં નહીં આવે સંબંધિત મિલકતોની હરાજી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajpal Yadav Notice Rajpal Yadav Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ