ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલનપુરના બિસ્માર રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ, VTVના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું!
Last Updated: 02:26 PM, 7 August 2026
ADVERTISEMENT
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં બિસ્માર રસ્તાઓને લઈને વાહનચાલકો અને સ્થાનિકોમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવવાની શરૂઆત થઈ છે. VTVNEWS દ્વારા રસ્તા પર સર્જાયેલા ખાડારાજ અને તેના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પાલનપુરમાં પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીના માર્ગ પર લાંબા સમયથી ખાડાઓ પડી ગયા હતા. વરસાદ બાદ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની હતી, જેના કારણે વાહનચાલકોને અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ પર મુસાફરી જોખમી બની હતી.

ADVERTISEMENT
સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રસ્તાની સ્થિતિ સુધારવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ પણ રસ્તા પરના ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું નહોતું. પરિણામે વાહનચાલકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી હતી.
આ સમસ્યાને લઈને VTVNEWSએ વિસ્તારની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીના માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

હાલ રસ્તા પર પડેલા મોટા ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને માર્ગને વાહનચાલકો માટે વધુ સુવિધાજનક બનાવવાની કામગીરી ચાલી રહી છે. તંત્રની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ અને 26 સિનિયર સિવિલ જજની બદલી, જુઓ આખું લિસ્ટ
સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાનું સમારકામ માત્ર ખાડા પૂરવા પૂરતું સીમિત ન રહે, પરંતુ માર્ગની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. વરસાદી સિઝન દરમિયાન ફરીથી આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે યોગ્ય આયોજન સાથે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. VTVNEWSના અહેવાલ બાદ શરૂ થયેલી આ કામગીરીથી હવે વાહનચાલકોને રાહત મળવાની આશા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.