બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ અને 26 સિનિયર સિવિલ જજની બદલી, જુઓ આખું લિસ્ટ

BIG NEWS / ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ અને 26 સિનિયર સિવિલ જજની બદલી, જુઓ આખું લિસ્ટ

Published By: Vishal Khamar

Last Updated: 12:25 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જજની આંતર જિલ્લા બદલી તથા બઢતીના આદેશ જાહેર કર્યા. નવી જગ્યાએ 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ લેવાનો રહેશે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તાબાની અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા છે. વિવિધ કેડરના જજોની આંતર જિલ્લા બદલી, આંતરિક કોર્ટ બદલી તેમજ પ્રમોશન સાથે નવી નિમણૂકો કરવામાં આવી છે. તમામ અધિકારીઓએ પોતાની નવી જગ્યાએ 17 ઓગસ્ટ 2026 સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે. હાઇકોર્ટના આ નિર્ણયથી સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યો છે.

63 સિવિલ જજની આંતર જિલ્લા બદલી

સિવિલ જજ કેડરમાં રાજ્યની તાબાની અદાલતોમાં કુલ 63 જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં એક જ કોર્ટ અંતર્ગત આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે.આંતરિક બદલીમાં અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 સિવિલ જજનો સમાવેશ થાય છે.

સિનિયર સિવિલ જજ કેડરમાં ફેરફાર

સિનિયર સિવિલ જજ કેડરમાં 26 જજોની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. જ્યારે 79 જજોને પ્રમોશન આપવામાં આવ્યું છે.આ કેડરમાં અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 8, જુનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડામાં 7, મહેસાણામાં 6, મોરબીમાં 3, નર્મદામાં 2, પાટણમાં 1, પોરબંદરમાં 2, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 5, સુરતમાં 19, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 21 અને વલસાડમાં 2 જજોની આંતરિક બદલી કરવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પણ મોટા ફેરફાર

ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં કુલ 67 જજોની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર કરાયેલા 57 જજોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ સિવાય 86 જજોને એડિશનલ સેશન્સ અથવા સેશન્સ કોર્ટમાંથી સેશન્સ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. આ બદલીઓમાં અમદાવાદમાં 9, અમરેલીમાં 2, આણંદમાં 4, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4 અને વડોદરામાં 11 જજનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ સેંકડો પરિવારોને પાણી પહોંચાડી ટાંકીમાં 'લીલુ પાણી', VTVના રિપોર્ટરે ટાંકીની અંદર ઉતરીને કર્યો ખુલાસો

ન્યાયિક વ્યવસ્થામાં વહીવટી ફેરફારો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી અને બઢતીનો હેતુ રાજ્યની તાબાની અદાલતોમાં વહીવટી વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાનો અને ન્યાયિક કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે. નવી જગ્યાએ નિયુક્ત થયેલા તમામ જજોએ નિર્ધારિત સમયમર્યાદામાં ફરજ સંભાળવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Civil judge promotion Gujarat, Gujarat High Court judges transfer

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ