ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / "શિસ્તબદ્ધ" પાર્ટીમાં સમાધાન! બે દિવસના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના બે કોર્પોરેટર વચ્ચે પ્રશાંત કોરાટે કરાવ્યું સમાધાન
Last Updated: 11:43 AM, 7 August 2026
ADVERTISEMENT
સુરત શહેર ભાજપમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય વિવાદનો અંત આવ્યો છે. ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા તેમજ તેમના પતિ મનહર વોરા વચ્ચે આખરે સમાધાન થયું છે.
ADVERTISEMENT
ભાજપના શહેર કાર્યાલય ખાતે રાત્રિના સમયે બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ
મળતી માહિતી મુજબ, ભાજપના શહેર કાર્યાલય ખાતે રાત્રિના સમયે બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી, જેના પરિણામે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સમાધાનના ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા
ADVERTISEMENT
સમાધાન બાદ સુરત ભાજપ દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને પક્ષોના સમાધાનના ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ બાદ પક્ષની અંદર છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
"સંવાદ, સમન્વય અને સંગઠનની ભાવના સાથે સુખદ નિરાકરણ..."
— BJP Surat Mahanagar (@BJP4SuratCity) August 6, 2026
ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને
દક્ષિણ ઝોનના પ્રભારી આદરણીય ડૉ. પ્રશાંતભાઈ કોરાટજીની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નં. 5ના કોર્પોરેટરશ્રીઓ pic.twitter.com/TcWiXn9ONh
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર દેસાઈ અને જયશ્રી વોરા-મનહર વોરા વચ્ચેનો વિવાદ શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સતત બે દિવસ સુધી આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જોકે, પક્ષના વરિષ્ઠ નેતાઓના પ્રયાસોથી આખરે બંને પક્ષો વચ્ચે સહમતી સર્જાઈ અને મામલો થાળે પડ્યો છે. પક્ષના નેતાઓએ આ સમાધાનને સંગઠનની એકતા અને આંતરિક સંવાદનું ઉદાહરણ ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓના મેડિકલ બિલ માટે નવા નિયમો: ₹10 લાખથી વધુના બિલ CM મંજૂર કરશે, જાણો કોને કેટલી સત્તા?
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો.
સુરતમાં વિકાસ કાર્યોની ચર્ચા કરવાની બેઠકમાં કોર્પોરેટરો જ બાખડી પડ્યા હતા. MLA કાંતિ બલરની ઓફિસમાં કોર્પોરેટર અને TP કમિટીના ચેરમેેન વચ્ચે બબાલ થઈ હતી. વોર્ડ નંબર-5ના કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિને માર માર્યાનો આરોપ લાગ્યો...કોર્પોરેટર જયશ્રી વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.