બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અજમલભાઈ ચૌધરી મારામારી કેસમાં મોટી કાર્યવાહી, મહંત બળદેવગીરીની અટકાયત, પોલીસ પૂછપરછ શરૂ

બનાસકાંઠા / અજમલભાઈ ચૌધરી મારામારી કેસમાં મોટી કાર્યવાહી, મહંત બળદેવગીરીની અટકાયત, પોલીસ પૂછપરછ શરૂ

Published By: Priykant Shrimali
Reported By: Chetan Kotadiya

Last Updated: 12:20 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajmal Chaudhary Case : અજમલભાઇ ચૌધરી પર થયેલા હુમલાના મામલે મહંત બળદેવગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા બાદ હવે સામે આવ્યા મોટા સમાચાર

Ajmal Chaudhary Case : બનાસકાંઠામાં અજમલભાઇ ચૌધરી સાથે થયેલી મારામારીના ચકચારી કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. ઓગડ જાગીરમઠના મહંત બળદેવગીરીની બનાસકાંઠા પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા તેમને બ્લેક કલરની કારમાં ડીસા તાલુકા મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

અજમલભાઇ ચૌધરી પર થયેલા હુમલાના મામલે મહંત બળદેવગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ફરિયાદ પક્ષ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચૌધરી સમાજમાં જોવા મળ્યો હતો ભારે આક્રોશ

આ ઘટના બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સેંકડો પરિવારોને પાણી પહોંચાડી ટાંકીમાં 'લીલુ પાણી', VTVના રિપોર્ટરે ટાંકીની અંદર ઉતરીને કર્યો ખુલાસો

એસપી સાથેની મુલાકાત બાદ કાર્યવાહી

ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરીને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. આરોપીઓ સામે નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ હવે પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાને લઈને તેમની પૂછપરછ કરી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ogad Jagirmath Ajmal Chaudhary Case Mahant Baldevgiri

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ