બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / આ અભિનેતાના સેવાકાર્યથી પ્રભાવિત થયા સલમાન ખાન, આસામ પૂર પીડિતો માટે લીધો મહત્વનો નિર્ણય
5 ફોટો ગેલેરી
Last Updated: 05:48 PM, 6 August 2026
1/5
અસમમાં આવેલી વિનાશક પૂરની પરિસ્થિતિમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન પૂરપીડિતો માટે દેવદૂત બનીને સામે આવ્યા છે. ખોરાક અને રાશન સામગ્રી પહોંચાડ્યા બાદ હવે તેમની સંસ્થા Being Human એ Global Sikhs સાથે મળીને પૂરગ્રસ્ત પરિવારો માટે 500 ઘર બનાવવાનો સંકલ્પ લીધો છે.
2/5
અસમમાં આવેલી વિનાશકારી પૂરની હોનારતમાંથી બહાર આવી રહેલા પરિવારો માટે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને મોટી રાહત અને પુનર્વસન કામગીરી હાથ ધરી છે. શરૂઆતી તબક્કામાં ભોજન અને જરૂરી સામગ્રી પહોંચાડ્યા બાદ હવે તેમની બિન-સરકારી સંસ્થા 'Being Human' એ એનજીઓ 'Global Sikhs' સાથે મળીને પૂરપીડિતો માટે 500 અર્ધ-સ્થાયી (Semi-Permanent) ઘરો બનાવવાનો મોટો સંકલ્પ લીધો છે.
3/5
સલમાન ખાનની Being Human અને Global Sikhs ના સંયુક્ત પ્રોજેક્ટ 'આશિયાના' હેઠળ પૂર પ્રભાવિત પરિવારો માટે ખાસ પ્રકારના ઘર બનાવવામાં આવી રહ્યા છે. આ ઘરો વાંસ (Bamboo) અને ટીન શીટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવનારા પૂરની અસરથી તેને બચાવી શકાય. દરેક ઘરના નિર્માણનો અંદાજિત ખર્ચ ₹35,000 થી ₹40,000 ની આસપાસ જણાવવામાં આવી રહ્યો છે.
4/5
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાને અભિનેતા રણદીપ હુડ્ડાના પૂર રાહત કાર્ય સાથે જોડાયેલા વિડીયો જોયા બાદ આ અભિયાનમાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ તેમણે રણદીપ સાથે સંપર્ક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણી હતી. રણદીપે તેમને માહિતી આપી હતી કે Global Sikhs ના આશરે 70 સ્વયંસેવકો સતત જમીની સ્તર પર કામ કરી રહ્યા છે.
5/5
Global Sikhs ના સ્થાપક અમરપ્રીત સિંહે સલમાન ખાનને ફ્લડ-રેસિસ્ટન્ટ ઘરો બનાવવાની યોજના વિશે માહિતી આપી હતી, જેનાથી પ્રભાવિત થઈને સલમાન ખાને તરત જ આર્થિક સહયોગ આપવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં સૌથી વધુ પ્રભાવિત શિવસાગર જિલ્લાના નેપાલી ખુટી વિસ્તારમાં પ્રથમ તબક્કામાં 220 ઘરો તૈયાર કરી દેવાયા છે અને તે પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે. સંસ્થા દરરોજ 8 થી 10 ઘરો બનાવી રહી છે. આ પહેલા Being Human એ સ્થાનિક ફેન ક્લબ્સ સાથે મળીને રાશન અને આવશ્યક સામગ્રી પણ પહોંચાડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ