બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં મોડી રાત્રે 12 થી 3 માં બેસતા ગુંડા તત્વોના 'બાર વાગી જવાના', પોલીસ કમિશનરનો મોટો નિર્ણય
Last Updated: 06:18 PM, 6 August 2026
અમદાવાદમાં ખાસ કરીને યુવાનો મોડી રાતે અરાજકતાં ફેલાવતાં હોય છે અને ટોળે ટોળા વળીને બેસતાં હોય છે પરંતુ હવે આવા તત્વોએ ચેતી જવાની જરુર છે. શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે એક મોટો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
49 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નાકાબંધી
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિર્ણય અનુસાર, શહેરના 49 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નાકાબંધી કરવામાં આવશે અને મોડી રાત્રે 12 થી 3 માં બેસતા ગુંડા તત્વો પર ખાસ નજર રાખવામાં આવશે, નાકાબંધીમાં DCP, ACP, PI સ્તરના અધિકારીઓ હાજર રહેશે
ADVERTISEMENT
150 જેટલી જગ્યાઓની ઓળખ
શહેર પોલીસે હાલ 150 જેટલી જગ્યાઓ ઓળખ કરી છે જ્યાં આગામી દિવસોમાં નાકાબંધી કરવામાં આવશે. દરેક નાકાબંધીમાં 25 જેટલા પોલીસ કર્મીઓ હાજર રહીને આવારા તત્વો પર કે કોઈ ઉપદ્રવ પર નજર રાખશે. પોલીસે આ માટે 3 અલગ અલગ ટીમો બનાવી છે.
ADVERTISEMENT
કયા વિસ્તારો પર રહેશે નજર
પોલીસ ખાસ કરીને રિવરફ્રન્ટ, સિંધુ ભવન, સીજી રોડ નજર રાખશે જ્યાં સૌથી વધુ અરાજકતાં જોવા મળતી હોય છે. પેટ્રોલિંગ દરમિયાન જો કોઈ આવી હરકત ધ્યાનમાં આવશે તો તરત તેને ડામી દેવામાં આવશે.
ADVERTISEMENT
નબીરાઓ જે ઠેકાણે અટકચાળા કરતાં હોય ત્યાં ખુદ કમિશનર હાજર રહેશે
સૌથી મહત્વની વાત તો એ છે કે સૌથી વધુ નબીરાઓ જ્યાં નાટકો કરતા હોય તેવા વિસ્તારોમાં પોલીસ કમિશનર અચાનક મુલાકાત લેશે.
ADVERTISEMENT
ગુંડા તત્વો સામે એક્શન
ADVERTISEMENT
મોડી રાત્રે વગર કારણે બેસી રહેતા, નશાની હાલતમાં રખડતા કે સ્ટંટ કરતા તત્વોની અટકાયત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.