બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો, 24 કલાકમાં ગુમાવ્યા 7.8 લાખ કરોડ રૂપિયા

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો, 24 કલાકમાં ગુમાવ્યા 7.8 લાખ કરોડ રૂપિયા

Last Updated: 05:40 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં બુધવારે બહુ મોટો કડાકો નોંધાયો છે. સ્પેસએક્સના શેરમાં 13.61% અને ટેસ્લાના શેરમાં 1.77% નું ગાબડું પડવાને કારણે મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં 89.6 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

1/5

photoStories-logo

1. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો, 24 કલાકમાં ગુમાવ્યા 7.8 લાખ કરોડ રૂપિયા

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કને મોટો ઝાટકો લાગ્યો છે. સ્પેસએક્સ અને ટેસ્લાના શેરમાં કડાકાને કારણે એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 89.6 અબજ ડોલરનો મોટો ઘટાડો નોંધાયો છે. આ નુકસાન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં 89.6 અબજ ડોલરનો ઘટાડો

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં બુધવારે બહુ મોટો કડાકો નોંધાયો છે. સ્પેસએક્સના શેરમાં 13.61% અને ટેસ્લાના શેરમાં 1.77% નું ગાબડું પડવાને કારણે મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં 89.6 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આ ઘટાડો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 85.7 અબજ ડોલર કરતાં પણ વધુ છે. જોકે, વર્ષ 2026 ની શરૂઆતથી અત્યાર સુધીમાં મસ્કની સંપત્તિમાં કુલ 68.1 અબજ ડોલરનો વધારો જળવાઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અન્ય અબજોપતિઓને પણ ભારે નુકસાન

દુનિયાના ટોચના 10 અબજોપતિઓમાંથી 8 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. મસ્ક પછી સૌથી વધુ નુકસાન ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજને થયું છે, જેમને 11.5 અબજ ડોલરની ચપત લાગતા તેમની નેટવર્થ 309 અબજ ડોલર રહી ગઈ છે. તેમના ભાગીદાર સર્ગેઈ બ્રિનને 10.5 અબજ ડોલરનું નુકસાન થતાં તેઓ 288 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે ફેંકાઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દુનિયાના ટોચના 10 ધનકુબેરોનું લિસ્ટ

એલન મસ્ક: 687 અબજ ડોલર, લેરી પેજ: 309 અબજ ડોલર, જેફ બેઝોસ: 292 અબજ ડોલર, સર્ગેઈ બ્રિન: 288 અબજ ડોલર, માઈકલ ડેલ: 239 અબજ ડોલર, માર્ક ઝકરબર્ગ: 210 અબજ ડોલર, લેરી એલિસન: 197 અબજ ડોલર, જેન્સન હુઆંગ: 182 અબજ ડોલર, સ્ટીવ બાલ્મર: 171 અબજ ડોલર, બર્નાર્ડ અર્નોલ્ટ: 163 અબજ ડોલર.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સ્થિતિ

ભારત અને એશિયાના સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણી 113 અબજ ડોલરની નેટવર્થ સાથે વૈશ્વિક યાદીમાં 17મા સ્થાને છે. બુધવારે તેમની સંપત્તિમાં 27.2 લાખ ડોલરનો વધારો થયો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 28.1 અબજ ડોલરનો ઉમેરો થયો છે. બીજી તરફ, મુકેશ અંબાણીની નેટવર્થ બુધવારે 51.4 કરોડ ડોલર ઘટી હતી. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં તેમની કુલ સંપત્તિમાં 22 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ElonMusk NetWorthDrop BloombergBillionaires
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ