બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરની દીવાલ માટે પેઇન્ટ કે વૉલપેપર? પૈસા બચાવવા કયો વિકલ્પ બેસ્ટ, જાણો ફાયદા-નુકસાન
6 ફોટો ગેલેરી
Last Updated: 05:37 PM, 6 August 2026
1/6
ઘરની અસલી ચમક તેની દીવાલોમાંથી આવે છે. બહારથી કે અંદરથી જેટલી પણ મોંઘી ડેકોરેશન અને ડિઝાઇનિંગ કરી લો, જેટલા પણ ભારે ફર્નિચર લગાવી લો પણ જો દીવાલો સુંદર રીતે સજાવેલી ન હોય તો ઘરનો લુક અધૂરો જ લાગે છે. આજકાલ દીવાલોને નવો જીવ આપવા માટે બે મુખ્ય વિકલ્પો છે. જેમાં પેઇન્ટ કે વૉલપેપરનો સમાવેશ થાય છે.
2/6
પણ સવાલ એ છે કે કયું વધુ સસ્તું પડશે અને કયું ઘરની રૌનક વધારશે? આ બંનેના પોતાના ફાયદા અને નુકસાન છે. જેમાં ખોટો નિર્ણય લઈ લો તો તે એવી મોંઘી ભૂલ બની શકે છે જેને તમને રોજ જોવા મળશે. તો ચાલો અમુક મહત્વના મુદ્દાઓ પર નજર નાખીએ જે તમને સાચો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરે.
3/6
4/6
બીજી તરફ પેઇન્ટ સસ્તો વિકલ્પ છે. સામાન્ય પેઇન્ટ, ડિસ્ટેમ્પર કે એમલ્શન 10થી 25 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટમાં થઈ જાય છે. ટેક્સ્ચર કે ડિઝાઇનર પેઇન્ટમાં 60 થી 250 રૂપિયા સુધી ખર્ચ થઈ શકે છે. પેઇન્ટ સસ્તો છે ખરો, પણ તે જલ્દી ખરાબ થઈ જાય છે. સારી સપાટી પર પણ 5-6 વર્ષ સુધી જ ટકે છે અને દર 1-2 વર્ષે ટચ-અપની જરૂર પડે છે.
5/6
આ પેઇન્ટમાં નાની-મોટી ખામી આવે તો સહેલાઈથી ફરીથી પેઇન્ટ કરી શકાય છે. રંગ મેચ કરવો પણ સરળ છે અને ઘણી વખત તમે પોતે પણ કરી શકો છો. વૉલપેપરમાં નાનો છેદ પણ પડે તો આખો વૉલપેપર ઉતારીને નવો લગાવવું પડે છે. આ કામ વધુ સમય અને પૈસા લે છે. વળી જૂના વૉલપેપર સાથે નવા રોલનો રંગ પણ મેચ નહીં થાય કારણ કે સૂર્યપ્રકાશમાં તે ફેડ થઈ જાય છે.
6/6
આ બંનેના પોતાના ફાયદા અને નુકસાન છે. જેમાં તમારી જરૂરિયાત અને ઘરની બનાવટ પર નિર્ભર કરે છે કે કયું પસંદ કરવું. સાચી જગ્યાએ વાપરો તો બંને ઘરને સુંદર બનાવે છે. પણ પેઇન્ટ લગભગ હંમેશાં વધુ વ્યવહારુ વિકલ્પ છે. તે કોઈપણ મોસમ અને કોઈપણ રૂમમાં વાપરી શકાય છે. જૂના વૉલપેપર પર પણ પેઇન્ટ કરી શકાય છે. વૉલપેપર કિચન અને બાથરૂમ માટે યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ