બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દરરોજ 30 રૂપિયા બચાવવાથી 20 વર્ષમાં બની જશે 21 લાખ રૂપિયા, જાણો શું હોય છે SIP

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / દરરોજ 30 રૂપિયા બચાવવાથી 20 વર્ષમાં બની જશે 21 લાખ રૂપિયા, જાણો શું હોય છે SIP

Last Updated: 11:18 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દરરોજ માત્ર ₹30 જેવી નાની રકમ બચાવીને કાયમી રોકાણ કરવાથી ભવિષ્યમાં ₹21 લાખથી વધુનું વિશાળ ફંડ બનાવી શકાય છે. 21 વર્ષની ઉંમરથી SIP દ્વારા નાની રકમનું લાંબા ગાળાનું રોકાણ કરીને કેવી રીતે મોટું ફંડ તૈયાર કરી શકાય તેની ગણતરી અહીં રજૂ કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. દરરોજ 30 રૂપિયા બચાવવાથી 20 વર્ષમાં બની જશે 21 લાખ રૂપિયા, જાણો શું હોય છે SIP

શું તમે તમારા ભવિષ્ય માટે મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, પરંતુ ઓછી કમાણી કે પૈસાની અછતને કારણે દર વખતે રોકાણ કરવાનો વિચાર માંડી વાળો છો? હવે તમારે એવું કરવાની જરૂર નથી. દરરોજના નાના-મોટા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ મૂકીને તમે ભવિષ્ય માટે એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. જો તમે રોજના ₹30 એટલે કે એક કપ ચા જેટલા પૈસા બચાવશો, તો લાંબા ગાળે તમારી પાસે ₹21 લાખથી વધુનું ફંડ જમા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું છે SIP?

SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan). તેનો અર્થ એ છે કે તમે દર મહિને કે દરરોજ ચોક્કસ રકમ કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, જે ભવિષ્યમાં ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) ના કારણે મોટું ભંડોળ બની જાય છે. જે લોકો એકસાથે મોટી રકમ રોકાણ કરી શકતા નથી, તેમના માટે દરરોજ કે દર મહિને નાની રકમનું રોકાણ કરવું ખૂબ જ સરળ અને બજેટ-ફ્રેન્ડલી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ₹21 લાખનું ફંડ કેવી રીતે તૈયાર થશે?

જો તમારી ઉંમર 21 વર્ષ છે અને તમે દરરોજ ₹30 ની બચત કરીને રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 28 વર્ષના સમયગાળામાં તમારી પાસે ₹21 લાખથી વધુનું ફંડ તૈયાર થઈ શકે છે. દરરોજનું રોકાણ: ₹30, સમયગાળો: 28 વર્ષ, સરેરાશ અંદાજિત રિટર્ન: 12%, કુલ રોકાણ કરેલી રકમ: ₹3,02,400, તૈયાર થનારું કુલ ફંડ: ₹21,91,101, આ ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર ₹3,02,400 ના કુલ રોકાણ સામે તમને ₹21,91,101 નું જંગી ફંડ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. SIP કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

SIP કરતી વખતે હંમેશાં તમારી જરૂરિયાતો અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. જો તમે નાની ઉંમરે રોકાણ શરૂ કરો છો, તો નાની રકમથી પણ મોટું ફંડ બનાવી શકાય છે. પરંતુ જો તમે મોડા રોકાણની શરૂઆત કરો છો, તો તમારે ટૂંકા સમયમાં મોટું લક્ષ્ય મેળવવા માટે વધારે રકમ રોકાણ કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. SIP નો સાચો લાભ લાંબા ગાળે જ મળે

યાદ રાખો કે SIP માં એ જ પૈસા રોકવા જોઈએ જેની તમને નજીકના ભવિષ્યમાં જરૂર ન હોય, કારણ કે SIP નો સાચો લાભ લાંબા ગાળે જ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈ પણ ફંડમાં રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SIP InvestmentTips MutualFunds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ