બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'પાર્કિંગ ટેક્સ રાહત' શું કામ? મહિનામાં અમદાવાદ મનપાને થયું આત્મજ્ઞાન, યોજના અભરાઈએ ચડાવી, હવે શું લાવી?

નિર્ણય / 'પાર્કિંગ ટેક્સ રાહત' શું કામ? મહિનામાં અમદાવાદ મનપાને થયું આત્મજ્ઞાન, યોજના અભરાઈએ ચડાવી, હવે શું લાવી?

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 08:16 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મનપાએ પાર્કિંગ ટેક્સ રાહતની તેની યોજના પાછી ખેંચી લીધી છે અને તેને બદલે બીજી યોજના જાહેર કરી છે.

'પાર્કિંગ કરવા દેશો તો ટેક્સમાં રાહત' એવી મહિના પહેલાની જાહેરાત બાદ અમદાવાદ મનપાએ પાછી પાની કરી લીધી છે અને તેને બદલે હવે બીજી સ્કીમ જાહેર કરી છે. મનપાએ મોટા ઉપાડે પાર્કિંગ પર ટેક્સમાં રાહતની વાત કરી હતી પરંતુ મહિનો પૂરો થતાં થતાં તો મનપાની શાન ઠેકાણે આવી ગઈ અને અચાનક 'આત્મજ્ઞાન' થયું કે અરે ટેક્સમાં રાહત આપવાની શું જરુર? નકામા ઓછા પૈસા લેવા? અને આખરે તેણે પવન પલટાય તેવી પલટી પણ મારી દીધી.

ટેક્સ રાહતને બદલે હવે AMDA પાર્ક એપ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ એકમમાં વાહનો પાર્ક કરી ટેક્સમાં રાહત આપવાની સ્કીમનો ફિયાસ્કો થયો છે. હવે મનપા દ્વારા આ કોમર્શિયલ એકમોને AMDA પાર્ક એપ પાર્કિંગ આપવાની નવી યોજના લાવવામાં આવી છે. પાર્કિંગની સમસ્યા દૂર કરવા સ્કીમ તો આવી પરંતુ કોમર્શિયલ એકમો દ્વારા તેને સ્વીકારવામાં ના આવી અને હવે AMDA પાર્ક એપ ઉપયોગ કરવા સૂચન કર્યું છે. AMC ની ટાઉન પ્લાનિંગ કમિટીમાં સામે આવેલા આંકડા અનુસાર આ એકમોએ પોતાના સ્થળોએ મુલાકાતીઓને વાહન પાર્ક કરવા અનુમતિ દર્શાવતા હવે AMC ટેક્સ વિભાગમાં રાહત આપશે. બીજી તરફ AMC ના CCRS નંબર 155303 ઉપર કુલ 68 જેટલા નાગરિકોએ ફરિયાદ નોંધાવી છે કે રેસિડેન્શ્યલ એકમની બાજુમાં કમર્શિયલ એકમ હોવાથી વાહનો બહાર જાહેર માર્ગ ઉપર પાર્ક થઈ રહ્યા છે.જેના અનુસંધાને AMCના એસ્ટેટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે..

ફક્ત 29 કોમર્શિયલ એકમે મંજૂરી માંગી

અમદાવાદ મનપા દ્વારા ગત મહિને જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ એકમ દ્વારા પોતાના પ્લોટને પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવા મંજૂરી મેળવશે તેને ટેક્સમાં રાહત આપવામાં આવશે પરંતુ આ જાહેરાતના એક મહિના બાદ ફક્ત 29 કોમર્શિયલ એકમ સંચાલકોએ મનપા પાસે મંજૂરી માંગી છે.

અમદાવાદના નાગરિકોએ શું જણાવ્યું?

અમદાવાદના નાગરિકોએ જણાવ્યું હતું કે શહેરમાં પાર્કિંગની સમસ્યા દૂર નથી થઈ . કોર્પોરેશન જે સ્કીમ આપે છે તે એકમો સ્વીકારતા નથી . 5 મિનિટ ક્યાંક જવું હોય તો રોડ પર વાહન પાર્ક કરવું પડે છે અને આવે ત્યાં સુધી ટ્રાફિક પોલીસ વાહન ટોઈંગ કરીને જતા રહે છે .

વધુ વાંચો : VIDEO : ગાંધીનગરમાં કાર રેલિંગ સાથે જોરદાર ટકરાઈને પલટી મારી ગઈ, ચાલક જીવતો નીકળ્યો

મનપાએ 250 એકમોને આપી હતી નોટીસ

પાર્કિંગ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું હતું. શૈક્ષણિક સંસ્થા, મોલ, હોસ્પિટલને પાર્કિગ મામલે નોટિસ આપી છે. નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ, સી જી રોડ સહજાનંદ કોમ્પલેક્ષ, સિટી સેન્ટર સ્વસ્તિક ચાર રસ્તા સહિત 250 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

parking tax scheme AMC

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ