બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'સોસાયટીમાં ન આવતો' બદલો લેવા પ્રેમીએ પ્રેમિકા પાસે રહેવાસીના ઘેર કરાવ્યું 'અવળું કામ', અમદાવાદમાં યુગલનો કાંડ
Last Updated: 07:46 PM, 6 August 2026
અમદાવાદના રામોલમાં એક પ્રેમી યુગલે બદલો લેવા માટે ઓળખીતાં જ ઘેરમાં ચોરી કરી હતી પરંતુ વેર તો પુરુ ન થયું પરંતું બન્નેને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. રામોલ પોલીસે આરોપી આરોપી પ્રશાંત ઠાકોર અને તેની સગીર પ્રેમિકાની ધરપકડ કરી લીધી છે. રામોલના રહેવાશી વિનય ભરવાડની ઘરમાં થયેલી ચોરીની ફરીયાદને આધારે પોલીસ એક્શન લીધું હતું.
ADVERTISEMENT
શું હતો બનાવ
રામોલમાં રહેતા વિનય ભરવાડના ઘરમાંથી 6 લાખ 56 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી થયા હતા. ફરિયાદીની પત્ની લાઇટ બિલ ભરવા માટે તિજોરીમાંથી પૈસા કાઢવા ગઈ. પરંતુ તિજોરી ખોલતા જ ઘરેણાં ગાયબ હોવાનું સામે આવ્યું.જેથી પરિવારે તરત જ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો..આ દરમ્યાન રામોલ પોલીસે ફરિયાદીના ઘરે અવરજવર કરતા લોકોની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે પડોશમાં રહેતી એક સગીરા શંકાના ઘેરામાં આવી.સગીરાની પૂછપરછ કરતા આખું કાવતરું બહાર આવ્યું. સગીરા ફરિયાદીના ઘરે આવતી-જતી હોવાથી ઘરની અંદરની તમામ માહિતી જાણતી હતી. આ જ વિશ્વાસનો લાભ લઈ તેણે તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા અને પ્રેમી પ્રશાંત ઠાકોરને આપ્યા હતા.
ADVERTISEMENT
સોસાયટીમાં આવવાની ના પાડતાં પ્રેમિકા દ્વારા કરાવી ચોરી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી પાછળ પૈસાની જરૂરિયાત નહીં પરંતુ બદલાની ભાવના જવાબદાર હતી.થોડા દિવસ પહેલાં 22 વર્ષીય પ્રશાંત ઠાકોર પોતાની પ્રેમિકાને મળવા રામોલની સોસાયટીમાં આવ્યો હતો. ત્યારે ફરિયાદી વિનય ભરવાડે તેને સોસાયટીમાં ન આવવા ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકો પ્રશાંત અને સગીરાને મનમાં લાગી ગયો. અને બંનેએ અપમાન બદલો લેવા ચોરીનું કાવતરૂ ઘડ્યું હતું. અને એ પ્રમાણે સગીરાએ ફરીયાદના ઘેર જઈને તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા અને તમામ મુદ્દામાલ પોતાના પ્રેમી પ્રશાંત ઠાકોરને સોંપી દીધો.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ગાંધીનગરમાં કાર રેલિંગ સાથે જોરદાર ટકરાઈને પલટી મારી ગઈ, ચાલક જીવતો નીકળ્યો
પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો
ADVERTISEMENT
રામોલ પોલીસે પ્રશાંત ઠાકોર અને સગીરાની પૂછપરછ બાદ ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પકડાયેલો પ્રશાંત ઠાકોર સીટીએમ વિસ્તારમાં રહે છે. હાલમાં પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.