બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / રક્ષાબંધને ચાંદ થઈ જશે લાલ! 28 ઓગસ્ટે ‘બ્લડ મૂન’નો નજારો, ભારતમાં દેખાશે કે નહીં? જાણો સત્ય
8 ફોટો ગેલેરી
Last Updated: 10:13 PM, 6 August 2026
1/8
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અટૂટ વિશ્વાસનું પર્વ રક્ષાબંધન આ વર્ષે અત્યંત વિશેષ અને અનોખા ખગોળીય સંયોગ સાથે આવી રહ્યું છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના જ દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જેમાં આ દુર્લભ સંયોગને લઈને દેશભરના લોકો અને ભાઈ-બહેનોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ગ્રહણની છાયાની અસર આ પાવન તહેવાર પર પડશે કે નહીં. ચાલો આ વિશેની તમામ જરૂરી અને સચોટ માહિતી જાણીએ.
2/8
પંચાંગ અને ખગોળીય ગણતરી અનુસાર વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટ 2026ના રોજ લાગશે. ભારતીય સમય મુજબ તે સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:31 વાગ્યા સુધી, એટલે કે લગભગ 5 કલાક 39 મિનિટ સુધી રહેશે. આ સમયે ઘણા દેશોમાં બ્લડ મૂનનું અદ્ભુત દૃશ્ય પણ જોવા મળશે, કારણ કે પૃથ્વીની છાયા ચંદ્રના મોટા ભાગને ઢાંકી લેશે.
3/8
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ કે તાંબા જેવો થઈ જાય છે, જેને ખગોળીય ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે. આની પાછળની મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યની કિરણો સીધી ચંદ્ર સુધી પહોંચી શકતી નથી, પરંતુ તેમને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થવું પડે છે.
4/8
વાતાવરણમાંથી પસાર થતી વખતે સૂર્યના પ્રકાશનો વાદળી રંગ પ્રકીર્ણિત થઈને વિખેરાઈ જાય છે, જ્યારે લાલ રંગની તરંગલંબાઈ સૌથી ઓછી વિખેરાય છે અને તે વાતાવરણમાંથી ગાળાઈને ચંદ્રની સપાટી પર પડે છે. એજ કારણે ગ્રહણ દરમિયાન ચંદ્ર આપણને ચમકદાર સફેદને બદલે લાલ કે ઘેરા તાંબાના રંગનો દેખાય છે.
5/8
સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ ખગોળીય ઘટના ભારતમાં દેખાશે કે નહીં? જાણકારો અનુસાર આ ચંદ્રગ્રહણ ભારતમાં નજરે નહીં આવે. તે મુખ્યત્વે યુરોપ, આફ્રિકા, એશિયાના કેટલાક પશ્ચિમી ભાગો અને અમેરિકા મહાદ્વીપમાં દેખાશે. કેમ કે ભારતમાં આ સમયે દિવસનો ઉજાસ હશે, તેથી અહીં તેની દૃશ્યતા શૂન્ય રહેશે.
6/8
7/8
ભારતમાં ન તો આ ગ્રહણ દેખાશે અને ન તો તેનો સૂતક કાળ લાગશે તેથી રક્ષાબંધનના પર્વ પર તેની કોઈ પણ નકારાત્મક અસર નહીં પડે. બહેનો વગર કોઈ સંકોચ કે અસમંજસના આખા દિવસ હર્ષોત્સાહ સાથે પોતાના ભાઈઓની કાંડી પર રાખી બાંધી શકશે. પંચાંગ અનુસાર તહેવાર મનાવવા અને રાખી બાંધવા માટે આખો દિવસ શ્રેષ્ઠ રહેશે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ