બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લગ્ન બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલ, નહીં તો EPFOના પૈસા અટવાઈ જશે
8 ફોટો ગેલેરી
Last Updated: 11:43 PM, 6 August 2026
1/8
જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય છો અને તાજેતરમાં તમારા લગ્ન થયા છે તો આ ખબર તમારા માટે મહત્વની છે. ઘણા લોકો લગ્ન બાદ પોતાના EPF ખાતામાં જીવનસાથી અથવા નવા પરિવારના સભ્યોને નોમિની બનાવવાનું ભૂલી જાય છે. પરંતુ EPFOના નવા નિયમો (EPF Scheme 2026) હેઠળ આ ભૂલ તમારા પરિવારને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
2/8
29 જૂન 2026ના રોજ અધિસૂચિત થયેલી નવી ‘EPF Scheme 2026’ હેઠળ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી સ્કીમના પેરાગ્રાફ 44 અનુસાર, “લગ્ન થતાં સભ્યે નવું નોમિનેશન કરવું પડશે અને લગ્ન પહેલાં કરેલું કોઈ પણ નોમિનેશન અમાન્ય (Invalid) માનવામાં આવશે.”
3/8
4/8
5/8
જો કે નવો નોમિની તમારા “પરિવાર (Family)”નો જ હિસ્સો હોવો જોઈએ. EPF Scheme 2026માં ‘પરિવાર’ની વ્યાખ્યા ‘સામાજિક સુરક્ષા સંહિતા 2020(Code on Social Security, 2020)’માંથી લેવામાં આવી છે. જો કોઈ વિવાહિત સભ્ય લગ્ન પછી પરિવારની બહારના કોઈ વ્યક્તિને નોમિની બનાવે તો કાયદેસર તે નોમિનેશનને પણ પેરાગ્રાફ 44(3) હેઠળ અમાન્ય જાહેર કરી દેવામાં આવશે.
6/8
નિષ્ણાતોના મતે, EPF-EPS ખાતાધારકના લગ્ન પછી, તેમણે તેમના EPF-EPS ખાતામાં નોમિની ફરીથી નોમિનેટ કરવા જોઈએ. જો ખાતાધારક આમ કરવામાં નિષ્ફળ જાય અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામે, તો પરિવારને આપમેળે EPF (પ્રોવિડન્ટ ફંડ) અને EPS (પેન્શન) ભંડોળ પ્રાપ્ત થશે નહીં. દાવાની પતાવટમાં નોંધપાત્ર વિલંબ થઈ શકે છે.
7/8
એક્સપર્ટ્સના મતે EPF-EPS ખાતાધારકની લગ્ન થયા બાદ તેને EPF-EPS ખાતામાં નોમિનીને ફરીથી નોમિનેટ કરવો જોઈએ. જો ખાતાધારક આમ ન કરે અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં તેનું અવસાન થઈ જાય તો પરિવારવાળાઓને EPF (Provident Fund) અને EPS (Pension)ના પૈસા આપમેળે નહીં મળે. જેમાં ક્લેમ સેટલમેન્ટમાં ખૂબ મોડું પડી શકે છે.
8/8
આ સાથે EPF ખાતા સાથે EDLI સ્કીમ જોડાયેલી હોય છે, જેના હેઠળ સભ્યના અવસાન પર નોમિનીને 7 લાખ રૂપિયા સુધીનું મફત જીવન વીમું મળે છે. નોમિનેશન ન હોય તો આ ક્લેમ મેળવવામાં પરિવારને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. EPFO ઈ-નોમિનેશન ફાઈલ કરવાની કોઈ અંતિમ સમયમર્યાદા નથી પરંતુ લગ્ન કે પરિવારમાં નવા બાળકના જન્મ જેવા મોટા ફેરફારો પછી તરત જ તેને અપડેટ કરી લેવું સૌથી સમજદારીનું પગલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ