બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / યુવકે મિત્રો સાથે મળી પરિણીતાને ફસાવી, અશ્લીલ ફોટા પાડ્યા, વીડિયો બનાવ્યા, આરોપી નીકળ્યો ભાજપનો નેતા

ખંભાત / યુવકે મિત્રો સાથે મળી પરિણીતાને ફસાવી, અશ્લીલ ફોટા પાડ્યા, વીડિયો બનાવ્યા, આરોપી નીકળ્યો ભાજપનો નેતા

Published By: Vishal Khamar
Reported By: Ghansyam Patel

Last Updated: 04:15 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના ખંભાતમાં ભાજપ યુવા મોરચાના મંત્રી વિજય ચૌહાણ સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાનો મામલો સામે આવ્યો છે.

આણંદ જિલ્લાના ખંભાતમાં ભાજપ યુવા મોરચાના મંત્રી વિજય ચૌહાણ સામે એક પરિણીતાએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિતાએ આક્ષેપ કર્યો છે કે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા બાદ આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

પ્રદીપ સહ આરોપી

દુષ્કર્મ આચર્યું હોવાના ગંભીર આક્ષેપ

પીડિતાના આક્ષેપ મુજબ, આરોપીએ કથિત રીતે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ફરિયાદમાં આરોપી ઉપરાંત તેના કેટલાક મિત્રોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

કિરણ જાદવ સહ આરોપી

કાયદેસરની કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કર્યો

પરિણીતાએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે ઘટના બાદ તેણે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી નથી એવો આક્ષેપ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

પીડિત પરિવારનો આક્ષેપ છે કે આરોપી રાજકીય હોદ્દો ધરાવતો હોવાથી પોલીસ કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી છે. પરિવાર દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાલનપુરના બિસ્માર રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ, VTVના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું!

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ આરોપોમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે. પોલીસે આ કેસમાં પુરાવા, ફરિયાદના તથ્યો અને સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vijay Chauhan rape complaint BJP Yuva Morcha minister Vijay Chauhan Anand Khambhat rape case

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ