બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 11 ઓગસ્ટે ગ્રહોનો મહાસંયોગ! ગજકેસરી યોગથી 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, ધનલાભ સાથે મળશે સફળતા
8 ફોટો ગેલેરી
Last Updated: 03:15 PM, 7 August 2026
1/8
2/8
જ્યોતિષીય ગણતરી મુજબ 11 ઓગસ્ટે ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિના કારક બુધ, દેવગુરુ બૃહસ્પતિ અને મનના કારક ચંદ્રમા કર્ક રાશિમાં એકસાથે રહેશે.ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થશે જ્યારે ચાર ગ્રહો એક જ રાશિમાં હોવાથી શક્તિશાળી ચતુર્ગ્રહી યોગ પણ બનશે. આ દુર્લભ સંયોગ કેટલીક રાશિઓ માટે જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે.
3/8
વૃષભ રાશિના જાતકો માટે આ યોગ ત્રીજા ભાવમાં બની રહ્યો છે. જેના કારણે આત્મવિશ્વાસ, હિંમત અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે.નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા અવસર મળશે અને આવકમાં વધારો થવાની શક્યતા છે. ભાઈ-બહેનોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે.
4/8
કર્ક રાશિના જાતકો માટે આ મહાસંયોગ સૌથી વધુ શુભ માનવામાં આવી રહ્યો છે કારણ કે ચારેય ગ્રહો તેમની જ રાશિમાં રહેશે.આત્મવિશ્વાસ વધશે અને સમાજમાં માન-સન્માન મળશે. નોકરીમાં નવી સિદ્ધિ મળી શકે છે. વેપારમાં મોટો નફો થવાની સંભાવના છે અને લાંબા સમયથી અટકેલા કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે.
5/8
6/8
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહાસંયોગ ભાગ્ય ભાવમાં બનશે. જેના કારણે કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે.ઉચ્ચ અભ્યાસ અથવા વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. નવા કામની શરૂઆત માટે પણ સમય શુભ માનવામાં આવે છે.
7/8
11 ઓગસ્ટના દિવસે ભગવાન શિવને દૂધ, મધ અને ગંગાજળથી જળાભિષેક કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા ફૂલ અને તુલસી અર્પણ કરો.'ૐ નમો ભગવતે વાસુદેવાય' અને 'ૐ નમઃ શિવાય' મંત્રનો નિયમિત જાપ કરવો શુભ માનવામાં આવે છે. ઉપરાંત મંદિરમાં ચણાની દાળ અને પીળા વસ્ત્રનું દાન કરવાથી પણ શુભ ફળમાં વધારો થઈ શકે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ