બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પૃથ્વી પર પહેલીવાર વરસાદ ક્યારે પડ્યો? 4 અબજ વર્ષ જૂના રહસ્યનો થયો ખુલાસો!
6 ફોટો ગેલેરી
Last Updated: 02:58 PM, 7 August 2026
1/6
2/6
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પૃથ્વીનો જન્મ લગભગ 4.54 અબજ વર્ષ પહેલા થયો હતો. તે સમયે પૃથ્વી આજની જેમ હરિયાળી અને જીવનથી ભરપૂર નહોતી. ચારે તરફ લાવા, સક્રિય જ્વાળામુખી અને અસહ્ય ગરમીનું વાતાવરણ હતું.જ્વાળામુખીમાંથી સતત વરાળ અને વિવિધ વાયુઓ બહાર આવતા હતા. સમય જતાં પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે ઘટ્યું અને વાતાવરણમાં રહેલી પાણીની વરાળ ઠંડી પડીને વાદળોમાં ફેરવાઈ. ત્યારબાદ પૃથ્વી પર વરસાદ શરૂ થયો અને જળચક્રની શરૂઆત થઈ.
3/6
2024માં વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના જેક હિલ્સ વિસ્તારમાંથી મળેલા અત્યંત પ્રાચીન ઝિર્કોન ક્રિસ્ટલનો અભ્યાસ કર્યો. આ ક્રિસ્ટલ પૃથ્વીના સૌથી જૂના ખનિજોમાં સામેલ છે.આ ક્રિસ્ટલમાં રહેલા ઓક્સિજન આઇસોટોપના અભ્યાસથી જાણવા મળ્યું કે આશરે 4 અબજ વર્ષ પહેલા પૃથ્વીની સપાટી પર મીઠું નહીં પરંતુ તાજું પાણી હાજર હતું અને તે ખડકોના સંપર્કમાં આવ્યું હતું. આ સંકેતો દર્શાવે છે કે તે સમયે વરસાદ અને જળચક્ર સક્રિય થઈ ચૂક્યા હતા.
4/6
વૈજ્ઞાનિકો પાસે પ્રથમ વરસાદની કોઈ ટીપું તો નથી, પરંતુ ઝિર્કોન ક્રિસ્ટલમાં રહેલા રાસાયણિક પુરાવા વરસાદની હાજરી દર્શાવે છે.આ સંશોધન અનુસાર તે સમય સુધી પૃથ્વી પર વરસાદ પડતો હતો અને પાણી જમીન સાથે ક્રિયા કરતું હતું. આ જ પ્રક્રિયાએ આગળ જઈને નદીઓ, સરોવરો અને અન્ય જળસ્ત્રોતોના વિકાસનો માર્ગ તૈયાર કર્યો.
5/6
પ્રારંભિક સમયમાં જ્વાળામુખીમાંથી મોટી માત્રામાં પાણીની વરાળ વાતાવરણમાં પહોંચી હતી. ઉપરાંત પાણીથી સમૃદ્ધ ઉલ્કાપિંડો અને અન્ય અવકાશી પિંડોએ પણ પૃથ્વી પર પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું વૈજ્ઞાનિકો માને છે.વરસાદ શરૂ થયા પછી પાણી ધીમે ધીમે નીચાણવાળા વિસ્તારોમાં એકત્ર થવા લાગ્યું. લાખો વર્ષ સુધી ચાલેલી આ પ્રક્રિયાથી મોટા જળાશયો બન્યા અને પછી સમુદ્રો તથા મહાસાગરોનું નિર્માણ થયું.
6/6
વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રથમ વરસાદ માત્ર પાણી લઈને આવ્યો નહોતો, પરંતુ તેણે પૃથ્વી પર જીવન માટે જરૂરી પરિસ્થિતિઓ પણ ઉભી કરી હતી.તાજા પાણી, ખડકો અને જળચક્રના સંયોજનથી જીવન માટે અનુકૂળ વાતાવરણ બન્યું. ત્યારબાદ કરોડો વર્ષમાં સૂક્ષ્મજીવોથી લઈને વિવિધ જીવસૃષ્ટિનો વિકાસ થયો અને આજે આપણે જે નીલી પૃથ્વી જોઈએ છીએ તેની પાયાની શરૂઆત તે પ્રથમ વરસાદથી થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ