બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ‘કોરોના વોરિયર’ની યાદીમાં કોવિડ પહેલાં મૃત્યુ પામેલા પોલીસકર્મીનું નામ! અમદાવાદ પોલીસના પોર્ટલ પર સવાલો
Last Updated: 03:04 PM, 6 August 2026
અમદાવાદ શહેર પોલીસના સત્તાવાર પોર્ટલ પર શહીદ પોલીસકર્મીઓ અને ‘કોરોના વોરિયર્સ’ની યાદીમાં ગંભીર તથ્યની વિસંગતતા સામે આવતાં પોલીસ વિભાગના રેકોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થયા છે. કેટલીક એન્ટ્રીમાં અધૂરી માહિતી છે તો કેટલીકમાં ઘટનાની વિગતો જ ખોટી અથવા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

પોર્ટલ પર શહીદ તરીકે ૧૦ પોલીસકર્મીઓનાં નામ દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ તેમાંથી માત્ર ત્રણની જ વિગતવાર માહિતી ઉપલબ્ધ છે. બાકીના સાત પોલીસકર્મીઓ અંગે માત્ર હોદ્દાે, પોલીસ સ્ટેશન અને મૃત્યુની તારીખ દર્શાવવામાં આવી છે, જ્યારે તેમને શહીદ તરીકે કેમ જાહેર કરાયા તેની કોઈ નોંધ આપવામાં આવી નથી.
ADVERTISEMENT
સૌથી મોટી ખામી ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માતમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનારા ટ્રાફિક પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ પરમાર અને જસવંતસિંહ ચૌહાણ અંગે જોવા મળી છે. ર૦ જુલાઈ, ર૦ર૩ના રોજ તથ્ય પટેલની બેફામ કારની ટક્કરમાં બંનેનાં મોત થયાં હતાં, છતાં પોર્ટલ પર આ ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી.
ADVERTISEMENT
બીજી તરફ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાના કેસમાં પણ નોંધાયેલી માહિતી અને સત્તાવાર કેસની હકીકતો વચ્ચે વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. પોર્ટલમાં દર્શાવાયેલી વિગતો ઘટનાક્રમ સાથે મેળ ખાતી નથી.
ADVERTISEMENT
વિસંગતતાઓ માત્ર શહીદોની યાદી પૂરતી મર્યાદિત નથી. પોર્ટલ પર દર્શાવાયેલા ર૩ ‘કોરોના વોરિયર્સ’ની યાદીમાં એક એવા પોલીસકર્મીનું નામ પણ સામેલ છે, જેમનું મૃત્યુ ૮ નવેમ્બર, ર૦૦૭ના રોજ થયું હતું એટલે કે કોવિડ-૧૯ મહામારી શરૂ થવાનાં લગભગ ૧૩ વર્ષ પહેલાં.
ADVERTISEMENT
આ તથ્યની ભૂલોએ પોલીસ વિભાગના ડિજિટલ રેકોર્ડની ચોકસાઈ અને સંવેદનશીલ માહિતીના જતન અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. શહીદ પોલીસકર્મીઓનાં બલિદાન અને કોરોના દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓના સન્માન સાથે જોડાયેલા આવા રેકોર્ડમાં સંપૂર્ણ ચોકસાઈ જળવાય તે જરૂરી હોવાનું જાણકારો માને છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.