બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 16માં નાણાપંચની નવી માર્ગદર્શિકા જાહેર, ક્યાં કેટલાં ટકા ગ્રાન્ટ ફાળવાશે?

ગાંધીનગર / ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 16માં નાણાપંચની નવી માર્ગદર્શિકા જાહેર, ક્યાં કેટલાં ટકા ગ્રાન્ટ ફાળવાશે?

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 11:30 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા જાહેર. 2026થી 2031 દરમિયાન બેઝિક, પરફોર્મન્સ, ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ અંગેના નિયમો જાણો.

ગુજરાતની ગ્રામ પંચાયતો સહિત ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે 16મા નાણાપંચની ગ્રાન્ટના અમલીકરણ અને મોનિટરિંગ અંગે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. વર્ષ 2026થી 2031 દરમિયાન ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓને નાણાપંચની ભલામણો મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

નવી માર્ગદર્શિકા મુજબ નાણાપંચની કુલ ગ્રાન્ટમાંથી 80 ટકા બેઝિક ગ્રાન્ટ અને 20 ટકા પરફોર્મન્સ ગ્રાન્ટ રહેશે. બેઝિક ગ્રાન્ટમાં પણ 50 ટકા ટાઇડ અને 50 ટકા અનટાઇડ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે.

ટાઇડ ગ્રાન્ટનો સ્વચ્છતા સહિતના કામોમાં ઉપયોગ

ટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ મુખ્યત્વે સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને જળ વ્યવસ્થાપન જેવા કામો માટે કરી શકાશે. ખાસ કરીને ટાઇડ ગ્રાન્ટમાંથી 50 ટકા રકમ સ્વચ્છતા સંબંધિત કામગીરી પાછળ ખર્ચવાની રહેશે. બીજી તરફ, અનટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ સ્થાનિક જરૂરિયાત મુજબ વિવિધ વિકાસલક્ષી કામો માટે કરી શકાશે. જોકે, અનટાઇડ ગ્રાન્ટમાંથી મહત્તમ 20 ટકા રકમ રસ્તા સંબંધિત કામો પાછળ ખર્ચી શકાશે.

ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત માટે ફાળવણી

નાણાપંચની ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓના ત્રણેય સ્તરને આવરી લેવામાં આવ્યા છે. કુલ ગ્રાન્ટમાંથી 80 ટકા ગ્રામ પંચાયત, 10 ટકા તાલુકા પંચાયત અને 10 ટકા જિલ્લા પંચાયત માટે ફાળવવામાં આવશે.

પરફોર્મન્સ ગ્રાન્ટ માટે આવક વધારવી પડશે

પરફોર્મન્સ ગ્રાન્ટ મેળવવા માટે ગ્રામ પંચાયતોને પોતાની આવકના સ્ત્રોત વધારવા પડશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પોતાની આંતરિક આવકમાં સુધારો કરે અને નાણાકીય વ્યવસ્થાપન વધુ મજબૂત બનાવે તે દિશામાં પરફોર્મન્સ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે.

હિસાબો અને ઓડિટની માહિતી ઓનલાઇન કરવી ફરજિયાત

ગ્રાન્ટ મેળવવા માટે ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓએ પોતાના હિસાબો તેમજ ઓડિટ થયેલા હિસાબો ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાના રહેશે. નાણાકીય પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે આ શરતને મહત્વ આપવામાં આવ્યું છે.

ગ્રામસભાના ઠરાવ બાદ જ ગ્રાન્ટમાંથી કામો મંજૂર થશે

ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ હેઠળ ચોક્કસ વિકાસ કામો હાથ ધરતા પહેલાં ગ્રામસભામાં ઠરાવ કરવો જરૂરી રહેશે. ગ્રામસભાના ઠરાવ બાદ જ સંબંધિત કામ માટે ગ્રાન્ટ મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર અને મહેકમ ખર્ચ માટે અનટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ નહીં

નવી માર્ગદર્શિકા મુજબ ગ્રામ પંચાયત અનટાઇડ ગ્રાન્ટમાંથી પગાર અથવા મહેકમ સંબંધિત ખર્ચ કરી શકશે નહીં. ગ્રાન્ટનો ઉપયોગ વિકાસલક્ષી અને મંજૂર થયેલા કામો માટે જ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ ના હોય! ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે એટલું જ પાણી? રાજકોટવાસીઓ એલર્ટ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા હેઠળ 16મા નાણાપંચની ગ્રાન્ટના અમલીકરણ, ઉપયોગ, પારદર્શિતા અને મોનિટરિંગ માટેની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી, કચરા વ્યવસ્થાપન અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસને આ ગ્રાન્ટથી વેગ મળવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gram Panchayat Grant 16th Finance Commission Finance Commission Grant 2026-31

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ