બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભુજની છતરડીને રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક જાહેર કરાતા આસપાસની સોસાયટીઓ મુશ્કેલીમાં
Last Updated: 11:58 AM, 8 August 2026
ભુજમાં આવેલ છતરડીને રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક જાહેર કરાયા બાદ આસપાસની 20થી 25 હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે સોસાયટીમાં રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી છતરડી વિસ્તારની હદ નક્કી કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
ADVERTISEMENT

ભુજની છતરડીની આસપાસ આવેલી આશરે 20થી 25 સોસાયટીઓના રહેવાસીઓનો આક્ષેપ છે કે, મકાનમાં નાનું-મોટું રિપેરિંગ કે બાંધકામ કરવા જતા પુરાતત્વ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે છે અને કામ અટકાવવામાં આવે છે..જેના કારણે સોસાયટીના રહીશો પરેશાન છે.
ADVERTISEMENT
છતરડી એટલે મહારાવનું અંતિમધામ છે. પુરાતત્વ વિભાગ પાસે સ્મારકની જાળવણી માટે અંદાજે 3 એકર જમીન છે.બાકીની 13 એકર જમીન કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાની હસ્તકની છે. છતરડીની સ્પષ્ટ હદ નક્કી કરવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું...પુરાતત્વ વિભાગ હદ નક્કી થશે આસપાસ સોસાયટીના લોકોને કોઈ પ્રશ્નો ઉભા નહીં થાય.
આ પણ વાંચોઃ ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 16માં નાણાપંચની નવી માર્ગદર્શિકા જાહેર, ક્યાં કેટલાં ટકા ગ્રાન્ટ ફાળવાશે?
ADVERTISEMENT
આ મામલે તંત્ર દ્વારા પુરાતત્વ વિભાગ, પાલિકા, ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળને સાથે રાખીને છતરડીની હદ નક્કી કરવામાં આવેતો સ્થાનિક લોકોને મકાનના બાંધકામ અને રીપેરીંગ લઈને થતા વિવાદનો અંત આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.