બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / તૈયાર રહેજો! આજે જ આવી રહ્યું છે Toxicનું ટ્રેલર, જુઓ કેટલાં વાગ્યે થશે રિલીઝ?

મનોરંજન / તૈયાર રહેજો! આજે જ આવી રહ્યું છે Toxicનું ટ્રેલર, જુઓ કેટલાં વાગ્યે થશે રિલીઝ?

Published By: Jinal Chauhan

Last Updated: 11:58 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશની ફિલ્મ Toxic 26 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ફિલ્મના ટ્રેલરની રિલીઝનો સમય પણ મેકર્સે જાહેર કરી દીધો છે.આજે સાંજે 7:01 વાગ્યે Toxicનું ટ્રેલર સામે આવશે. KGF 2 બાદ યશની આ પહેલી મોટી ફિલ્મ હોવાથી ફેન્સની અપેક્ષા પણ ઘણી વધી ગઈ છે. આજે 7:01 વાગ્યે આવશે Toxicનું ટ્રેલર છે.

યશની ફિલ્મ Toxicને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ 26 ઓગસ્ટે મોટા પડદા પર આવવાની છે ત્યારે મેકર્સે હવે ટ્રેલર માટેનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. 8 ઓગસ્ટે સાંજે 7:01 વાગ્યે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. KVN પ્રોડક્શન્સે યશનો નવો પોસ્ટર શેર કરીને ટ્રેલરની રિલીઝનો સમય જાહેર કર્યો છે. પોસ્ટરમાં યશ એકદમ સ્વેગ સાથે જોવા મળે છે અને તેમની પાછળ આગનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે. પોસ્ટર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

KGF 2 બાદ યશનો મોટો કમબેક

યશની છેલ્લી ફિલ્મ KGF Chapter 2 હતી. આ ફિલ્મ બાદ લાંબા સમયથી તેમની કોઈ ફિલ્મ સિનેમાઘરોમાં આવી નથી. હવે Toxic દ્વારા તેઓ મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન ગીતુ મોહનદાસે કર્યું છે. ફિલ્મના નિર્માણમાં KVN પ્રોડક્શન્સ સાથે યશ પણ જોડાયેલા છે. આ કારણે Toxicને યશ માટે માત્ર એક એક્શન ફિલ્મ નહીં પરંતુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે પણ જોવામાં આવી રહી છે.

ફિલ્મમાં કિયારા અને નયનતારાની મહત્વની ભૂમિકા

Toxicમાં યશની સાથે કિયારા અડવાણી જોવા મળશે. કિયારા ફિલ્મમાં ફીમેલ લીડની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં નયનતારાનો રોલ પણ ખાસ છે. તે યશની બહેનના પાત્રમાં જોવા મળશે અને ફિલ્મના ટીઝરમાં તેનો એક્શન અવતાર જોવા મળ્યો હતો. આ સિવાય તારા સુતરિયા અને હુમા કુરેશી પણ ફિલ્મનો હિસ્સો છે. રુક્મિણી વસંતની ભૂમિકા વિશે હજુ પણ ઘણી બાબતો સ્પષ્ટ થવાની બાકી છે. હવે ટ્રેલર આવ્યા બાદ ફિલ્મના પાત્રો અને સ્ટોરીને લઈને વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કોણ છે આ ભારતીય ક્રિકેટર? જેને ઈન્ડિયન એક્ટ્રેસને બનાવી પોતાની ધર્મપત્ની

ઇન્ટિમેટ સીનને લઈને થઈ રહી છે ટ્રોલિંગ

Toxicના અત્યાર સુધી સામે આવેલા વીડિયો અને ઝલકને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની ચર્ચા જોવા મળી છે. ખાસ કરીને ફિલ્મના કેટલાક ઇન્ટિમેટ સીનને લઈને મેકર્સ અને કલાકારોને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. કિયારા અડવાણી અને તારા સુતરિયા સાથે જોડાયેલા વીડિયો સામે આવ્યા બાદ પણ સોશિયલ મીડિયા પર ચર્ચા વધી હતી. હવે ફેન્સની નજર ટ્રેલર પર છે. ટ્રેલરમાં આવા સીનને કેટલી જગ્યા મળે છે અને ફિલ્મનો એક્શન અવતાર કેવો જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે.

ઘણી વખત બદલાઈ ચૂકી છે ફિલ્મની રિલીઝ

Toxicને અગાઉ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવાની યોજના હતી. જોકે ફિલ્મની રિલીઝ તારીખમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે મેકર્સે 26 ઓગસ્ટ 2026ની તારીખ નક્કી કરી છે. ફિલ્મની રિલીઝ પહેલા ટ્રેલર સામે આવી રહ્યું હોવાથી ફેન્સને ફિલ્મની સ્ટોરી, યશના પાત્ર અને એક્શન સિક્વન્સની વધુ ઝલક મળવાની છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રેલર દર્શકોની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે.

યશના ફેન્સની નજર હવે ટ્રેલર પર

યશની વાપસી હોવાથી Toxic પાસેથી ફેન્સને ઘણી અપેક્ષા છે. સોશિયલ મીડિયા પર નવા પોસ્ટર બાદ ફેન્સ ફિલ્મને લઈને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ફેન્સ તેને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે આ વખતે ફિલ્મની સ્ટોરી પણ એટલી જ મજબૂત હોવી જોઈએ. હવે આજે સાંજે 7:01 વાગ્યે Toxicનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને ચિત્ર વધુ સ્પષ્ટ થશે. 26 ઓગસ્ટે ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yash Toxic Toxic Movie Toxic Trailer

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ