બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / Mahindraની નવી ઇલેક્ટ્રિક SUVનો ફર્સ્ટ લુક, ફીચર્સ જોઈને રહી જશો દંગ
4 ફોટો ગેલેરી
Last Updated: 10:10 PM, 8 August 2026
1/4
મહિન્દ્રા ઓટો દેશમાં ઇલેક્ટ્રિક ટેક્નોલોજીને ઝડપથી અપનાવનારા બ્રાન્ડ્સમાંથી એક છે. જોકે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક ગાડીઓ ત્યારે વધુ લોકપ્રિય થઈ જ્યારે બ્રાન્ડે INGLO પ્લેટફોર્મ રજૂ કર્યું હતું. જેમાં BYD બ્લેડ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ સફરને આગળ વધારતા મહિન્દ્રા હવે તેની નવી ઇલેક્ટ્રિક SUV BE7 પર કામ કરી રહી છે, જેને તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે.
2/4
3/4
આ SUVમાં દમદાર લુક માટે એંગ્યુલર લાઇન્સ અને શાર્પ એઝ સાથે મજબૂત સિલ્હુએટ જોવા મળી શકે છે. સ્પાય શોટ્સમાં દેખાય છે કે LED હેડલાઇટ્સ માત્ર સ્લીક જ નથી પણ તે અંતે નીચે તરફ ફેલાયેલી છે. આ સિવાય તેમાં ફ્લશ ડોર હેન્ડલ, જાડા સી-પિલર, પહોળા હેન્ડલ્સ, રૂફ રેલ્સ અને ઘણું બધું સામેલ છે. તેના પૈડાં XEV 9e જેવા દેખાય છે.
4/4
અંદરની બાજુએ આ SUVમાં ટ્રિપલ સ્ક્રીન લેઆઉટ મળશે, જેમાં ત્રણ 12.3 ઇંચની ડિસ્પ્લે એક છેડાથી બીજા છેડા સુધી હશે. તેનું સ્ટીયરિંગ વ્હીલ મહિન્દ્રાની અન્ય EV જેવું જ દેખાશે. આ સિવાય AC અને મીડિયાને કંટ્રોલ કરવા માટે સેન્ટર કન્સોલ પર કોઈ ફિઝિકલ બટન નહીં હોય. સાથે જ તેમાં ADAS, હાર્મન ઓડિયો, સેલ્ફ પાર્ક જેવા ફીચર્સ મળવાની અપેક્ષા છે. પાવરટ્રેનની વાત કરીએ તો તેમાં 65kWh અને 75 kWh બેટરીના બે વિકલ્પ આપવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ