બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:03 PM, 8 August 2026
1/6
માનવ જીવનમાં સફળતા માત્ર ઉચ્ચ શિક્ષણ પર નિર્ભર નથી કરતી, પરંતુ વ્યક્તિના આચરણ, વર્તન અને આદતો પર પણ એટલી જ નિર્ભર રહે છે. વિદુર નીતિ અનુસાર, 5 એવી ખરાબ આદતો છે જે વિવેકી વ્યક્તિને પણ ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે અને તેને નિષ્ફળતા તરફ ધકેલે છે.
2/6
ઘણા લોકોને થોડું જ્ઞાન કે સફળતા મળતાં જ એવું લાગે છે કે તેઓ સૌથી મોટા વિદ્વાન બની ગયા છે. તેઓ પોતાને અન્ય લોકોથી શ્રેષ્ઠ માનવા લાગે છે. અહંકારી વ્યક્તિ હંમેશાં બીજાની સાચી વાત કે સારા ગુણોને નજરઅંદાજ કરે છે અને પોતાની ભૂલો સ્વીકારતી નથી. તેને લાગે છે કે તેને બધું જ આવડે છે અને આ જ વિચારસરણી તેના પતનનું કારણ બને છે. પોતાની સિદ્ધિઓ પર ગર્વ હોવો જોઈએ, પરંતુ અહંકાર ક્યારેય ન કરવો જોઈએ.
3/6
ગુસ્સો માણસની વિચારવાની અને સમજવાની ક્ષમતાને નષ્ટ કરી દે છે. ક્રોધમાં વ્યક્તિ ઘણીવાર એવા શબ્દો બોલે છે અથવા એવા નિર્ણયો લે છે, જેના માટે પાછળથી પસ્તાવો કરવો પડે છે. ગુસ્સાને કારણે સંબંધોમાં તણાવ ઊભો થાય છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે શાંત રહીને વિચારવું વધુ ઉત્તમ છે.
4/6
5/6
6/6
જરૂરિયાત કરતાં વધુ મેળવવાની ઈચ્છા વ્યક્તિને ખોટા રસ્તે દોરી જાય છે. લાલચુ વ્યક્તિ પાસે ગમે તેટલું ધન કે સુખ-સુવિધાઓ હોય, તેની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. વધુ મેળવવાની સતત લાલસા માનસિક શાંતિ છીનવી લે છે. તેથી જીવનમાં સંતોષ અને પ્રામાણિક મહેનત અત્યંત જરૂરી છે. વિદુર નીતિનો મુખ્ય સંદેશ એ જ છે કે માણસે પોતાના આ અહંકાર, ક્રોધ, આળસ, ઈર્ષ્યા અને લોભ જેવા 5 દુર્ગુણો પર નિયંત્રણ રાખીને પોતાના વર્તન અને જીવનને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ