બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:17 PM, 8 August 2026
ગુજરાતમાં વરસાદે વિરામ લીધાને અઠવાડિયું થયું છે છતા પણ હજુ ઘણે ઠેકાણે વરસાદી પાણી ઓસર્યા નથી અને તેનો તાજો પુરાવો લીંબડીમાંથી સામે આવ્યો છે. લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં વરસાદી પાણીનો કહેર હજુ પણ જોવા મળી રહ્યો છે. હાલ પણ કમર સુધી પાણી ભરાયા હોવાનો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે લોકો કમર સુધી ભરાયેલા પાણીમાંથી નનામી લઈને જઈ રહ્યાં છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના નાની કઠેચીમાં કેડસમા પાણી ભરાઈ ગયાં છે, પાણીનો હજુ સુધી નિકાલ ન થતાં લોકો કેડસમા પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા છે.#Surendranagar #NaniKathechi #Waterlogging #GujaratRain #VTVDigital pic.twitter.com/gstJAg0GtR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2026
ગામલોકોએ શું કહ્યું
ADVERTISEMENT
ગ્રામજનોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી. અંતિમયાત્રા માટે પણ સલામત માર્ગ ન મળતા લોકોમાં ભારે રોષ વ્યાપાયો છે.
ADVERTISEMENT
વરસાદ બંધ થયે અઠવાડિયું થયું
રાજ્યમાં વરસાદ બંધ થયે અઠવાડિયું થયું છે પરંતુ હજુ સુધી આવા વિસ્તારોમાં પાણીનો કેર જોઈ શકાય છે. લીંબડીના ગામે ભરાયેલા પાણીએ તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.