ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રેસ્ટોરાંના મેન્યૂની જેમ અમિત ડોંગરેએ બનાવ્યું હતું લાંચનું રેટ કાર્ડ, લાંચ રૂશ્વત લેવા માટે થઇ હતી સ્પેશિયલ વ્યક્તિની ભરતી

અમદાવાદ / રેસ્ટોરાંના મેન્યૂની જેમ અમિત ડોંગરેએ બનાવ્યું હતું લાંચનું રેટ કાર્ડ, લાંચ રૂશ્વત લેવા માટે થઇ હતી સ્પેશિયલ વ્યક્તિની ભરતી

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 06:32 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફાયર NOC રિન્યુઅલ માટે ₹36 હજારની કથિત લાંચ કેસમાં ACBએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને ભાવસિંહ ઝાલાની ધરપકડ કરી. અગાઉની NOCની પણ તપાસ થશે.

ADVERTISEMENT

અમદાવાદ ફાયર વિભાગમાં બિલ્ડિંગ ફાયર NOC રિન્યુઅલ માટે લાંચ માંગવાના મામલે ACBએ મોટી કાર્યવાહી કરી છે. ACBની ટ્રેપમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને ભાવસિંહ ઝાલા નામના વ્યક્તિને ₹36 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા એક બિલ્ડિંગના એક યુનિટ માટે ₹6 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.

છ યુનિટની NOC માટે કુલ ₹36 હજારની લાંચ માંગવામાં આવી

ફરિયાદી તરફથી છ યુનિટની NOC માટે કુલ ₹36 હજારની લાંચ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન ACBએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના નિવાસસ્થાનેથી ₹1.10 લાખની રોકડ પણ જપ્ત કરી છે. સાથે જ આરોપીઓના બેંક ખાતા અને લોકર ફ્રિઝ કરવામાં આવ્યા છે.

મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ACB દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ સમગ્ર મામલે ACB હવે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી બિલ્ડિંગ NOCની પણ તપાસ હાથ ધરશે, જેના પગલે NOC રિન્યુઅલના નામે વધુ મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે.

ચીફ ફાયર ઓફિસર લંચ લેતા પકડ્યો હોવાની ઘટના

અમદાવાદ સહિતના ઇતિહાસ માં પ્રથમ વખત ચીફ ફાયર ઓફિસર લંચ લેતા પકડ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગના ચીફ ટેરિફ ફરજ બજાવતી ડોંગરેએ તો આખું પ્રાઈઝ લિસ્ટ તૈયાર કરી રહ્યું છે. જેમાં ૭૦૦૦ થી લઈને ૯૫,૦૦૦ રૂપિયા સુધી લાંચ સ્વીકારવાની કામગીરી કરવામાં આવતી હતી.

AMC દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે કે જે એવા વ્યક્તિ કે ફક્ત પોતાની ચેમ્બરમાં જ રહેતા હતા. મુલાકાત પણ ઓછા લોકો જોડે કરતા હતા પણ લાંચની વાત આવે તો આખું પ્રાઈઝ લિસ્ટ ધરાવતા એવા અમિત ડોંગરેની 36,000 રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કર્યા બાદ તાત્કાલિક ધોરણે ડોંગરે ને AMC દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. ત્યારે લાંચ ની ઘટના સામે આવે એ પહેલા જ એક ફરિયાદીએ મ્યુ. કમિશનર ને ડોંગરે વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં લાંચ ની સિસ્ટમ થી લઈને NOC આપવા બાબતની ફરિયાદ કરી હતી. જ્યારે ડોંગરેએ લાંચ લેવા માટે સ્પેશિયલ માણસોની ભરતી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ડોંગરે પ્રતિ NOC દીઠ 7000 રૂપિયાની વસૂલાત કર્યા

ફરિયાદી મિલિંદ શાહે VTV સાથે અમદાવાદ ચીફ ફાયર ઓફિસરના ચિઠ્ઠા ખોલતા નિવેદન આપ્યા હતા. જેમાં ડોંગરે પ્રતિ NOC દીઠ 7000 રૂપિયાની વસૂલાત કરતા હતા. જ્યારે પૈસા ફક્ત ઓનલાઈન UPI ના માધ્યમથી લેવામાં આવતા હતા. જ્યારે હપ્તો ઉઘરાવવા માટે સ્પેશ્યલ માણસોની ભરતી પણ કરી હતી. જેનો પગાર અમિત ડોંગરે ખૂબ આપતો હતો. જ્યારે સમગ્ર મામલે ફરિયાદીએ ગાંધીનગર સુધી પણ ફરિયાદ કરી હતી. ત્યારે અંતે ACB એ અમિત ડોંગરે ને લાંચ લેતા ઝડપી લીધો છે. જ્યારે વાંચ ગામમાં પણ NOC ની કામગીરી અમિત ડોંગરે જ કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ માત્ર જુગારધામ તરીકે નહીં, સ્થાનિક પોલીસ માટે પણ મુસીબત બની છે દરિયાપુરની મનપસંદ ક્લબ

આમ અનેક મહિનાઓ થી અમદાવાદ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ડોંગરે એ NOC નો વેપાર જ કરી નાખ્યો હોય એવી ફરિયાદો સામે આવી છે ત્યારે હવે રાજ્ય સરકાર અને ACB કેવી રીતે તપાસ કરશે એ જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Fire NOC Scam Amit Dongre Arrest ACB Raid Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ