ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માત્ર જુગારધામ તરીકે નહીં, સ્થાનિક પોલીસ માટે પણ મુસીબત બની છે દરિયાપુરની મનપસંદ ક્લબ

અમદાવાદ / માત્ર જુગારધામ તરીકે નહીં, સ્થાનિક પોલીસ માટે પણ મુસીબત બની છે દરિયાપુરની મનપસંદ ક્લબ

Published By: Vishal Khamar

Last Updated: 03:44 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે મનપસંદ ક્લબમાં ચાલી રહેલ જુગારધામ પર રેડ કરી ૧૫0 જુગારીયાઓને ઝડપી પાડતાં દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારી સામે પણ કાર્યવાહી થવાની ચર્ચા પોલીસ બેડામાં શરૂ થઈ છે.

ADVERTISEMENT

દરિયાપુરની મનપસંદ ક્લબ વર્ષોથી માત્ર જુગારધામ તરીકે જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ માટે પણ મુશ્કેલીનું કેન્દ્ર બની રહી છે. ક્લબ પર પડતા દરેક મોટા દરોડા બાદ પોલીસ અધિકારી સામે કાર્યવાહી થતી આવી છે. હવે સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી એક વાર મોટા પાયે દરોડો પાડી અંદાજે ૧૫૦ મને ઝડપી પાડતાં દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારી સામે પણ કાર્યવાહી થવાની ચર્ચા પોલીસ બેડામાં શરૂ થઈ છે.

કહેવાય છે કે જુગારિયા તો જામીન પર તરત મુક્ત થઈ જાય છે, પરંતુ સજા ભોગવવાનો દિવસ તો પોલીસ અધિકારીને આવે છે. વર્ષ ૨૦૨૧માં સ્ટેટ મોનિટરિંગ સેલે મનપસંદ ક્લબમાં દરોડો પાડી મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતાં તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજા સહિત કુલ ૧૩ પોલીસ કર્મચારીને રાજ્યના પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા.

આ કાર્યવાહી સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૨૩માં શહેર ક્રાઇમ બ્રાંચે પણ મનપસંદ ક્લબમાં દરોડો પાડી ૨૭ જુગારિયાને ઝડપી લીધા હતા. છતાં ક્લબમાં ગેરકાયદે પ્રવૃત્તિ પર કાયમી અંકુશ આવી શક્યો નહોતો. હવે ત્રીજી વખત ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ મેટ્રો વિસ્તરણના ફેઝ-૩ને આગળ વધારવાની દિશામાં લેવાયો મહત્વનો નિર્ણય

મનપસંદ ક્લબ દરિયાપુર પોલીસ સ્ટેશન અને તંબુ ચોકીથી ખૂબ નજીક આવેલી હોવા છતાં અહીં લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિની સ્થાનિક પોલીસને જાણ કેમ ન થઈ તે મોટો પ્રશ્ન બની ગયો છે. પોલીસ વર્તુળમાં એવી ચર્ચા છે કે અગાઉની જેમ આ વખતે પણ જવાબદારી નક્કી કરીને અધિકારી સામે કડક પગલાં લેવામાં આવી શકે છે.

મનપસંદ ક્લબનો વિવાદાસ્પદ ઈતિહાસ

  • ૨૦૨૧: સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, ત્યાર બાદ પીઆઈ, પીએસઆઈ સહિત ૧૩ પોલીસ કર્મચારી સસ્પેન્ડ.
  • ૨૦૨૩: શહેર ક્રાઇમ બ્રાંચનો દરોડો, ૨૭ જુગારિયા ઝડપાયા.
  • ૨૦૨૬: સ્ટેટ મોનિટરિંગ સેલની ફરી કાર્યવાહી, અંદાજે ૧૫૦ જુગારિયા ઝડપાયા, સ્થાનિક પોલીસની ભૂમિકા ફરી સવાલોના ઘેરામાં.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Metro Phase 3 corridor Ahmedabad Metro expansion Thaltej Sanathal Badarabad Metro

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ