ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ મેટ્રો વિસ્તરણના ફેઝ-૩ને આગળ વધારવાની દિશામાં લેવાયો મહત્વનો નિર્ણય
Last Updated: 03:30 PM, 8 August 2026
ADVERTISEMENT
અમદાવાદ મેટ્રોના વિસ્તરણના ફેઝ-૩ને આગળ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. થલતેજ ગામથી સનાથલ થઈને બદરાબાદ સુધીના પ્રસ્તાવિત મેટ્રો કોરિડોરને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (પીઆઈબી)ની મંજૂરી મળી છે. આ સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ પ્રી-કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરી દીધી છે. હવે આ પ્રસ્તાવને યુનિયન કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ થશે.
ADVERTISEMENT
ફેઝ-૩ હેઠળ આશરે ૬૦ કિમીના મેટ્રો નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે. આ વિસ્તરણ ભવિષ્યમાં અમદાવાદને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે મેટ્રો મારફતે જોડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કડી બનશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તરણ રાજ્યની લાંબા ગાળાની પરિવહન યોજનાને અનુરૂપ છે અને મેટ્રો કોરિડોરને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની વધુ નજીક લાવશે.
શિલજથી બદરાબાદ સુધી મેટ્રો કોરિડોર
ADVERTISEMENT
પ્રસ્તાવિત કોરિડોર શિલજ કેનાલ રોડથી શરૂ થઈને સરદાર પટેલ રિંગ રોડને સમાંતર આગળ વધશે. આ દરમિયાન તે બોપલ ક્રોસ રોડ અને શાંતિપુરા ક્રોસ રોડને આવરી લેતાં બદરાબાદ સુધી પહોંચશે.
આ કોરિડોર થલતેજ ગામને ગોધાવી ખાતેના સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના (SWASA) પ્રસ્તાવમાં દર્શાવાયેલા વિસ્તાર) સાથે પણ જોડશે. શિલજ ક્રોસ રોડ નજીકનો ઝડપથી વિકસી રહેલો કેનાલ રોડ વિસ્તાર પાર કર્યા બાદ મેટ્રોનું એલાઈન્મેન્ટ રેલવે લાઇનને સમાંતર આગળ વધીને SWASA સુધી પહોંચશે.
ADVERTISEMENT
ફેઝ-૩ના પ્રસ્તાવમાં કુલ ૪૧ એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થાય છે. તેનો હેતુ અમદાવાદના રહેણાક, વ્યાપારી અને સંસ્થાકીય વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી સુધારવાની સાથે હાલની મેટ્રો વ્યવસ્થા સાથે વધુ સારી રીતે એકીકરણ કરવાનો છે.
આ પણ વાંચોઃ ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, ગૃહિણીનું ગણિત બગડ્યું, જાણો સિંગતેલ-કપાસિયાનો ભાવ
ADVERTISEMENT
પીઆઈબીની મંજૂરી બાદ હવે પ્રસ્તાવને યુનિયન કેબિનેટની અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જમીન સંપાદન, ટેન્ડર પ્રક્રિયા અને સિવિલ કન્સ્ટ્રક્શન સહિતની કાયદેસર અને અન્ય પ્રક્રિયાઓ આગળ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો