બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, ગૃહિણીનું ગણિત બગડ્યું, જાણો સિંગતેલ-કપાસિયાનો ભાવ
Last Updated: 03:22 PM, 8 August 2026
જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણી માટે ઘરોમાં મિષ્ટાન્ન અને ફરસાણની તૈયારીઓ શરૂ થાય તે પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં ફરી તેજી આવી છે. શહેરના તેલબજારમાં સિંગતેલનો ડબો રૂ.૫૦ વધીને રૂ.૨૮૫૦થી રૂ.૨,૯૦૦એ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ રૂ.૫૦નો ઉછાળો નોંધાતાં ભાવ રૂ.૨,૭૯૫ અને પામોલિન રૂ.૨,૩૬૫ થયા છે. તહેવારોમાં તેલનો વપરાશ વધવાનો છે ત્યારે ભાવવધારાએ ખાસ કરીને મધ્યમ વર્ગના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં સારા વરસાદને કારણે મગફળીનું વાવેતર આશાસ્પદ હોવા છતાં નવી મગફળીની આવક મોડી થવાની શક્યતા છે. બજારના વેપારીઓના મતે નવી મોસમની નોંધપાત્ર આવક નવરાત્રી બાદ શરૂ થવાની સંભાવના હોવાથી હાલના સમયગાળામાં માલની ઉપલબ્ધતા અને ભાવ અંગેની અટકળો બજારમાં તેજીનું વાતાવરણ ઊભું કરી રહી છે.
આ પણ વાંચોઃ હવેથી ગિરનાર પર સિંહોથી યાત્રિકોને બચાવવા તૈનાત કરાશે 25 ટ્રેકર્સ
ADVERTISEMENT
જન્માષ્ટમીના તહેવારમાં અનેક પ્રકારનાં ફરસાણ સહિત ગાંઠિયા જેવી સૌથી વધુ વપરાતી કે વેચાતી વાનગીઓમાં તેલનો વપરાશ સામાન્ય દિવસોની સરખામણીએ વધી જાય છે. પરિણામે ડબાદીઠ ભાવમાં થયેલો આ વધારો સીધો જ ઘરગથ્થુ ખર્ચ પર અસર કરશે. એક તરફ દૂધ, ઘી, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવમાં વધઘટ વચ્ચે હવે રસોડાનું સૌથી મહત્વનું ઘટક ગણાતું ખાદ્યતેલ પણ મોંઘું થતાં તહેવાર પહેલાં જ પરિવારોને વધારાનો ખર્ચ સહન કરવો પડશે. આગામી દિવસોમાં ભાવમાં વધુ ઉછાળો આવે છે કે નહીં તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.