બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જાણિતા લેખિકા કાજલ ઓઝાના પર્સની ચોરી કરનાર ચોર ઝડપાયો, જાણો કોણ છે?

અમદાવાદ / જાણિતા લેખિકા કાજલ ઓઝાના પર્સની ચોરી કરનાર ચોર ઝડપાયો, જાણો કોણ છે?

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 03:26 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણિતા લેખિકા કાજલ ઓઝાના પર્સની ચોરી કરનાર ચોર આખરે ઝડપાયો છે.

જાણિતા લેખિકા કાજલ ઓઝાના પર્સની ચોરી કરનાર ચોર આખરે ઝડપાઈ ગયો છે. LCB ઝોન-5 ની ટીમે ગણતરીના કલાકોમાં રિક્ષામાંથી પર્સ-ફોન ઝૂંટવતા 2 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. ચોર ચાલુ રિક્ષામાંથી કાજલનું પર્સ ઝૂંટવીને ભાગ્યાં હતા.

કોણ છે ચોર

1.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપી તનવીર શેખ અને ફૈજાન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ ખાડિયા, મણિનગર, નારોલ ચોરી કેસમાં પકડાયા હતા અને PASA હેઠળ જેલ ભોગવી ચૂક્યા છે.

વધુ વાંચો : લેખિકા કાજલ ઓઝા વૈદ્ય બન્યાં સ્નેચિંગનો ભોગ, ઘડિયાળ-મોબાઇલ સહિત લાખોનો મુદ્દામાલ લૂંટાયો

શું બન્યો હતો બનાવ

ફરિયાદ મુજબ કાજલ ઓઝા વૈદ્ય મુંબઈના દાદર રેલવે સ્ટેશનેથી ગુજરાત મેલ ટ્રેનમાં અમદાવાદ આવ્યાં હતાં. વહેલી સવારે તેઓ મણિનગર રેલવે સ્ટેશન પર ઊતર્યા બાદ રિક્ષામાં પોતાના ઘરે જવા માટે નીકળ્યાં હતાં. સવારે અંદાજે સવા પાંચ વાગ્યાના સમયે રિક્ષા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી ભુલાભાઈ ચાર રસ્તા તરફ જઈ રહી હતી તે દરમિયાન રસ્તા પર આવેલા બમ્પરના કારણે રિક્ષાની ગતિ ધીમી પડી હતી. આ તકનો લાભ લઈ બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ રિક્ષાની બાજુમાં આવી પહોંચ્યા હતા અને પળવારમાં કાજલ ઓઝા વૈદ્યનું લૂઈ વિત્તો કંપનીનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kajal oza news kajal oza

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ