બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સાપુતારમાં રાતે 10 વાગ્યે ભૂકંપ, દીવાલો-બારીઓ ધણધણી ઉઠતાં ગભરાટ, સ્કૂલના વિદ્યાર્થીઓ મેદાનમાં દોડ્યાં

આફત / સાપુતારમાં રાતે 10 વાગ્યે ભૂકંપ, દીવાલો-બારીઓ ધણધણી ઉઠતાં ગભરાટ, સ્કૂલના વિદ્યાર્થીઓ મેદાનમાં દોડ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 11:03 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપુતારા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં દહેશત વ્યાપી હતી.

સાપુતારા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં દહેશત વ્યાપી હતી. ડાંગમાં રાત્રે 10:02 કલાકે ભૂકંપનો જોરદાર આંચકો હતો.

આહવા, સાકરપાતાળ અને ગલકુંડમાં ધરતી ધ્રૂજી

સાપુતારા સહિત આહવા, સાકરપાતાળ અને ગલકુંડમાં ધરતી ધ્રૂજી હતી. ઘરની દીવાલો અને બારીઓ ધણધણી ઉઠતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યાં હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6ની હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ સાપુતારાથી 14 કિમી દૂર મહારાષ્ટ્રમાં નોંધાયું હતું. સદનસીબે કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી પરંતુ લોકોમાં ડર ફેલાયો હતો.

આ પણ વાંચોઃ VIDEO : પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી 3 દીકરીઓ, વીડિયો કોલ પર જોયા, 5100 મોકલીને કહ્યું- ગંગામાં પધરાવી દેજો અસ્થિ

સ્કૂલના વિદ્યાર્થીઓ મેદાનમાં દોડી આવ્યાં

ભૂકંપને કારણે અકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ મેદાનમાં દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે સાપુતારા સહેલાણીઓથી ધમધમી રહ્યું હતું. ચોમાસામાં અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

earthquake saputara news saputara earthquake

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ