બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પર્યાવરણની સુરક્ષા માટે FSSAI નો મોટો નિર્ણય: પાન મસાલાના પ્લાસ્ટિક પેકિંગ પર કેમ લાગ્યો પ્રતિબંધ ?

નેશનલ / પર્યાવરણની સુરક્ષા માટે FSSAI નો મોટો નિર્ણય: પાન મસાલાના પ્લાસ્ટિક પેકિંગ પર કેમ લાગ્યો પ્રતિબંધ ?

Published By: Pravin Joshi

Last Updated: 12:12 AM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FSSAI દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં હવે પાન મસાલાનું વેચાણ પ્લાસ્ટિકના પાઉચમાં થઈ શકશે નહીં, પરંતુ તેના માટે ઈકો-ફ્રેન્ડલી પેકેજિંગનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

દુકાનો પર મળતા પાન મસાલાનું પેકિંગ હવે બદલાઈ જશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પાન મસાલાના પેકેજિંગ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી પાન મસાલાને પ્લાસ્ટિક ધરાવતા પાઉચમાં વેચી શકાશે નહીં. નવા આદેશ મુજબ કંપનીઓએ પ્લાસ્ટિક મુક્ત કાગળ, ટીન કે કાચ જેવી સુરક્ષિત સામગ્રીનો જ ઉપયોગ કરવો પડશે. સરકારી નોટિફિકેશન અનુસાર, આ નિયમ નાના-મોટા તમામ પાઉચ પર સમાન રીતે લાગુ થશે.

FSSAI

હવે શામાં થશે પેકિંગ?

કંપનીઓ પાસે હવે માત્ર પ્રાકૃતિક અને ઈકો-ફ્રેન્ડલી વિકલ્પો જ રહેશે. તેઓ કોઈપણ પ્લાસ્ટિકના મિશ્રણ વગરના કાગળ, પેપરબોર્ડ કે સેલ્યુલોઝમાં પાન મસાલા પેક કરી શકશે. આ સિવાય ટીનના ડબ્બા અને કાચની બોટલોમાં પણ વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Pan Masala

કઈ બાબતો પર પ્રતિબંધ મૂકાયો?

નિયમો અનુસાર, પેકેટ બનાવવા માટે પોલિથિન, પોલિએસ્ટર, PVC કે અન્ય કોઈપણ પ્રકારના સિન્થેટિક પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહીં. ઘણીવાર કંપનીઓ બહાર કાગળ લગાવીને અંદર પ્લાસ્ટિક કે ચમકતી એલ્યુમિનિયમ ફોઈલની પરત લગાવતી હોય છે. આવી મિશ્રિત પરત વાળા પાઉચ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે કાગળની અંદર પણ પ્લાસ્ટિક કે મેટલનું છુપુ સ્તર હોવું જોઈએ નહીં.

નવા નિયમો લાવવાનું કારણ

FSSAI એ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ સુધારા નિયમો, 2026' હેઠળ પાન મસાલાને પેકેજિંગ રેગ્યુલેશનની ખાસ યાદીમાં સામેલ કર્યો છે. રસ્તાઓ પર ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના નાના-નાના પાઉચ પર્યાવરણ અને ગટર વ્યવસ્થા માટે મોટો ખતરો બનતા હતા. આ નિર્ણયથી કચરામાં ઘટાડો થશે અને પ્લાસ્ટિકના લાંબા સંપર્કથી ગુણવત્તા બગડવાનું જોખમ પણ ઘટશે.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! જાણો આજે શું છે 22K-24K ગોલ્ડનો ભાવ ?

શું પાન મસાલા પર પ્રતિબંધ મુકાયો છે?

ના, આ નિર્ણય માત્ર પેકેજિંગ માટે છે. પાન મસાલાના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ કંપનીઓએ નવા નિયમો મુજબ જ પેકિંગ તૈયાર કરવું પડશે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. FSSAI એ એપ્રિલમાં આનો ડ્રાફ્ટ જારી કરીને સૂચનો મંગાવ્યા હતા, જે બાદ આ અંતિમ નિયમ 10 ઓગસ્ટના રોજ સરકારી ગેઝેટમાં પ્રકાશિત થતા જ દેશભરમાં લાગુ થઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FSSAI PlasticBan PanMasalaPackaging

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ