બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:14 PM, 18 June 2026
આર્થિક અનિશ્ચિતતાના આ સમયમાં રોકાણકારો માટે સૌથી સુરક્ષિત આશરો ગણાતા સોનાને લઈને વૈશ્વિક બજારમાંથી એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. દુનિયાની અગ્રણી અને પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થા જે.પી. મોર્ગને સોનાના ભાવ અંગે એક અત્યંત આક્રમક ભવિષ્યવાણી કરી છે, જેણે આખા ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. જે.પી. મોર્ગનના અહેવાલ મુજબ, ચાલુ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં અંદાજે 40% જેટલો પ્રચંડ ઉછાળો જોવા મળી શકે છે. જો આ અંદાજ સાચો સાબિત થશે, તો સોનું વૈશ્વિક માર્કેટમાં $6,000 પ્રતિ ઔન્સની નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જે.પી. મોર્ગનના વિશ્લેષકોના મતે, આ ભવિષ્યવાણી પાછળ વર્તમાન સમયના કેટલાક મજબૂત વૈશ્વિક આર્થિક સમીકરણો જવાબદાર છે. દુનિયાભરમાં વધી રહેલી આર્થિક અનિશ્ચિતતા, સતત વધતી મોંઘવારી, વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં કરવામાં આવી રહેલા સંભવિત ફેરફારો અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો હવે શેરબજાર કે અન્ય જોખમી એસેટ્સમાં નાણાં રોકવાને બદલે સોના તરફ વળી રહ્યા છે.
રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિઓ આવી જ તણાવપૂર્ણ રહેશે, તો મોટા રોકાણકારો આક્રમક રીતે સોનાની ખરીદી વધારશે. આ સિવાય, દુનિયાભરની કેન્દ્રીય બેંકો દ્વારા પોતાની અનામત ક્ષમતા વધારવા માટે સતત થઈ રહેલી સોનાની ખરીદી, અમેરિકી ડોલરમાં જોવા મળતી અસ્થિરતા અને વૈશ્વિક મંદીની આશંકા પણ સોનાના ભાવને રોકેટ ગતિએ આગળ વધારવા માટે ઇંધણ પૂરું પાડી રહી છે.
ADVERTISEMENT

જો કે, બજારના તમામ નિષ્ણાતો જે.પી. મોર્ગનના આ અંદાજ સાથે સંપૂર્ણ સહમત નથી. કેટલાક આર્થિક નિષ્ણાતો આ આંકડાને ખૂબ જ 'આક્રમક' ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટૂંકા ગાળામાં 40% નો મોટો વધારો ત્યારે જ શક્ય બને જ્યારે વૈશ્વિક સ્તરે કોઈ મોટી આર્થિક કટોકટી કે યુદ્ધ જેવી સ્થિતિ વધુ વણસે. જો વૈશ્વિક સંકેતો સામાન્ય રહેશે, તો બજારમાં આટલી મોટી તેજી આવવાની સંભાવના ઘણી ઓછી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો વળાંક, અમેરિકા-ઈરાન શાંતિ કરારની વિગતો જાહેર
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં થનારા કોઈપણ ફેરફારની સીધી અને મોટી અસર ભારતના સ્થાનિક બજાર પર જોવા મળે છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. ખાસ કરીને ભારતમાં આગામી સમયમાં આવનારા તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન સોનાની માંગ પરંપરાગત રીતે ખૂબ જ મજબૂત રહે છે. આવી સ્થિતિમાં જો વૈશ્વિક સ્તરે કિંમતો વધશે, તો ભારતમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી જશે, જે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર મોજો બોજ નાખી શકે છે. હાલમાં તો આ સોનાની ચળકાટ રોકાણકારોના પોર્ટફોલિયોને કેટલો મજબૂત કરશે, તેના પર જ બજારની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.