બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો વળાંક, અમેરિકા-ઈરાન શાંતિ કરારની વિગતો જાહેર

વિશ્વ / મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો વળાંક, અમેરિકા-ઈરાન શાંતિ કરારની વિગતો જાહેર

Jinal Chauhan

Last Updated: 08:26 AM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે થયેલા MoUના 14 મહત્વપૂર્ણ મુદ્દા જાહેર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત યુદ્ધ સમાપ્ત કરવું, પ્રતિબંધો હટાવવાં અને હોર્મુઝ જળમાર્ગ ફરી શરૂ કરવા જેવા મોટા નિર્ણયો સામેલ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે થયેલા ડ્રાફ્ટ સમજૂતી કરાર (MoU)ની વિગતો જાહેર કરવામાં આવી છે. 19 જૂને અંતિમ કરાર પર હસ્તાક્ષર થવાના છે, પરંતુ તે પહેલાં જાહેર કરાયેલા 14 મુદ્દાઓમાં બંને દેશો વચ્ચેના સૈન્ય તણાવને સમાપ્ત કરવાથી લઈને આર્થિક પ્રતિબંધો દૂર કરવા અને પરમાણુ કાર્યક્રમ અંગેની સહમતિ સુધીના મહત્વપૂર્ણ નિર્ણયો સામેલ છે. આ કરારને મધ્ય પૂર્વની રાજનીતિમાં એક ઐતિહાસિક વળાંક માનવામાં આવી રહ્યો છે.

તમામ સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ થશે

MoUના પ્રથમ મુદ્દા અનુસાર અમેરિકા અને ઈરાન બંને દેશો તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરશે. બંને દેશો એકબીજા સામે ભવિષ્યમાં કોઈ યુદ્ધ કે સૈન્ય અભિયાન શરૂ નહીં કરવાની ખાતરી આપશે. સાથે જ લેબનોનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનો પણ સન્માન કરવામાં આવશે.

એકબીજાના આંતરિક મામલામાં દખલ નહીં

કરાર મુજબ અમેરિકા અને ઈરાન એકબીજાની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનો સન્માન કરશે અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે.

60 દિવસમાં અંતિમ કરાર

બંને દેશોએ 60 દિવસની અંદર અંતિમ શાંતિ કરાર પૂર્ણ કરવા સંમતિ દર્શાવી છે. જો જરૂર પડશે તો આ સમયમર્યાદા વધારી પણ શકાશે.

અમેરિકી નાકાબંધી હટાવાશે

MoU અમલમાં આવતા જ અમેરિકા ઈરાન સામે લાગુ કરાયેલી નૌકાદળ નાકાબંધી અને અન્ય પ્રતિબંધાત્મક પગલાં હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. 30 દિવસમાં આ નાકાબંધી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.

હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલશે

ઈરાને વચન આપ્યું છે કે ફારસની ખાડી અને ઓમાન સાગર વચ્ચે જતા-આવતા વેપારી જહાજોને 60 દિવસ સુધી સુરક્ષિત અને મફત માર્ગ આપવામાં આવશે. હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ કરવામાં આવશે.

અમેરિકી સૈન્ય દળો પાછા ખેંચાશે

અંતિમ કરાર થયા પછી 30 દિવસની અંદર અમેરિકા ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાની સૈન્ય હાજરી અને દળો પાછા ખેંચશે.

vtv hiring

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર, મહિનાઓથી ચાલતો સંઘર્ષ આખરે સમાપ્ત

ઈરાનના વિકાસ માટે 300 અબજ ડોલરની યોજના

અમેરિકાએ પોતાના પ્રાદેશિક સહયોગીઓ સાથે મળીને ઈરાનના પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ માટે વિશાળ યોજના બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજના માટે ઓછામાં ઓછા 300 અબજ ડોલરની ફંડિંગ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે.

ઈરાન પરના તમામ પ્રતિબંધો દૂર કરાશે

કરાર મુજબ અમેરિકા ઈરાન પર લાગેલા તમામ પ્રકારના આર્થિક અને રાજકીય પ્રતિબંધો હટાવશે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC), આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA) અને અમેરિકાના એકતરફી પ્રતિબંધોનો સમાવેશ થાય છે.

પ્રતિબંધો હટાવવા માટે તાત્કાલિક ચર્ચા

બંને દેશોએ સ્વીકાર્યું છે કે પ્રતિબંધો દૂર કરવાનો મુદ્દો અત્યંત મહત્વનો છે અને તેના માટે તરત જ ચર્ચા શરૂ કરવામાં આવશે.

ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ હથિયારો વિકસાવશે નહીં. ઈરાન પાસે રહેલી સંવર્ધિત પરમાણુ સામગ્રીના ભવિષ્ય અંગે બંને દેશો સહમતિથી નિર્ણય લેશે.

પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા ચાલુ રહેશે

યુરેનિયમ સંવર્ધન અને ઈરાનની શાંતિપૂર્ણ પરમાણુ જરૂરિયાતો અંગે બંને દેશો ચર્ચા કરશે. અંતિમ કરાર સુધી ઈરાન પોતાના હાલના પરમાણુ કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં કરે અને અમેરિકા નવા પ્રતિબંધો કે વધારાના સૈન્ય દળોની તૈનાતી નહીં કરે.

ઈરાની તેલ નિકાસને મંજૂરી

અમેરિકાએ વચન આપ્યું છે કે પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા દરમિયાન ઈરાનના કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ માટે જરૂરી છૂટછાટ આપવામાં આવશે. બેંકિંગ, વીમા અને પરિવહન જેવી સેવાઓને પણ મંજૂરી મળશે.

ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ મુક્ત થશે

ઈરાનની ફ્રીઝ અથવા પ્રતિબંધિત સંપત્તિઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બંને દેશો આ અંગે પરસ્પર સહમતિથી નિર્ણય લેશે.

કરારના અમલ પર દેખરેખ રાખવા ખાસ વ્યવસ્થા

MoU અને ભવિષ્યના અંતિમ કરારના અમલ પર નજર રાખવા માટે એક વિશેષ એક્ઝિક્યુટિવ મિકેનિઝમ બનાવવામાં આવશે.

UNSCની મંજૂરી મળશે

અમેરિકા અને ઈરાન વચ્ચેના અંતિમ શાંતિ કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સત્તાવાર મંજૂરી અપાવવાનો પણ પ્રસ્તાવ છે.

મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક પગલું

વિશ્લેષકોના મતે જો આ તમામ મુદ્દાઓ સફળતાપૂર્વક અમલમાં આવશે તો અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના તણાવનો અંત આવી શકે છે અને મધ્ય પૂર્વમાં સ્થિરતા તથા વેપાર માટે નવા દ્વાર ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Middle East diplomacy US-Iran agreement nuclear negotiations
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ