બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સંચિતા ઉગલેના નિધન બાદ ચોંકાવનારો ખુલાસો!, કો-એક્ટર પર લાગ્યા ગંભીર

મનોરંજન / સંચિતા ઉગલેના નિધન બાદ ચોંકાવનારો ખુલાસો!, કો-એક્ટર પર લાગ્યા ગંભીર

Jinal Chauhan

Last Updated: 02:26 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ માત્ર 22 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લેતા મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધન બાદ નજીકની મિત્રે સહ-અભિનેતા ઉજ્જ્વલ શર્મા પર માનસિક હેરાનગતિના ગંભીર આરોપ લગાવ્યા છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂને મુંબઈમાં આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરે તેમણે આ પગલું ભરતા તેમના ચાહકો અને ટીવી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. સંચિતાના નિધન બાદ તેમની નજીકની મિત્ર અને અભિનેત્રી ઇન્દ્રાક્ષી કાંજીલાલે સંચિતાના સહ-અભિનેતા ઉજ્જ્વલ શર્મા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ઇન્દ્રાક્ષીના જણાવ્યા અનુસાર, 'સાજન ઘર' શોમાં સાથે કામ કરતી વખતે ઉજ્જ્વલ શર્માએ સંચિતાને માનસિક રીતે હેરાન કરી હતી.

મિત્રએ લગાવ્યા ગંભીર આરોપ

મીડિયા સાથેની વાતચીતમાં ઇન્દ્રાક્ષીએ જણાવ્યું કે ઉજ્જ્વલે સંચિતા પાસેથી પૈસા ઉધાર લીધા હતા. જ્યારે સંચિતાએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રાક્ષીનો દાવો છે કે ઉજ્જ્વલે સંચિતાનું અપમાન કર્યું હતું અને તેને ધમકીઓ પણ આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે તેમની પાસે ઉજ્જ્વલ અને સંચિતા વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ પણ છે, જે આ દાવાઓને સમર્થન આપી શકે છે.

શોના નિર્માતાઓને પણ કરી હતી ફરિયાદ

ઇન્દ્રાક્ષીના કહેવા મુજબ સંચિતાએ આ મામલે શોના નિર્માતાઓ અને સંબંધિત અધિકારીઓને પણ જાણ કરી હતી. જોકે, કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા તેણે આખરે શો છોડવાનો નિર્ણય લીધો હતો.

ઉજ્જ્વલ શર્માએ શું કહ્યું?

સંચિતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે ઉજ્જ્વલ શર્માએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.તેમણે જણાવ્યું કે તેઓ અને સંચિતા ક્યારેય રિલેશનશિપમાં નહોતા. તેમના કહેવા મુજબ, સંચિતા કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં હતી અને પોતાના પૂર્વ બોયફ્રેન્ડને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.

vtv hiring

આ પણ વાંચોઃ કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસે કર્યો આપઘાત, આઘાતમાં આવ્યાં ચાહકો

મિત્રએ કર્યો દાવાનો વિરોધ

ઇન્દ્રાક્ષીએ ઉજ્જ્વલના આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે તેમણે સંચિતાના અંગત જીવન વિશે તો વાત કરી, પરંતુ સંચિતાને થયેલી માનસિક હેરાનગતિ અંગે કંઈ જણાવ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, સંચિતા લાંબા સમયથી તેમની મિત્ર હતી અને તે ડિપ્રેશનમાં પણ નહોતી તેમજ કોઈ સંબંધને લઈને પણ પરેશાન નહોતી.

તપાસ બાદ જ સામે આવશે સત્ય

હાલ આ સમગ્ર મામલે અનેક દાવા અને પ્રતિદાવા થઈ રહ્યા છે. શું સાચું છે અને શું ખોટું, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ નાની ઉંમરે એક ઉભરતી અભિનેત્રીનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું મનોરંજન જગત માટે મોટી ક્ષતિ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanchita Ugale death Ujjwal Sharma allegations TV actress news
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ