બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રથયાત્રા પહેલા મેમ્કોના પાનના ગલ્લાથી લઈને હેલ્મેટ સર્કલ સુધી દરોડા, પકડાયો 3.44 લાખનો દારુ

ગુજરાત / રથયાત્રા પહેલા મેમ્કોના પાનના ગલ્લાથી લઈને હેલ્મેટ સર્કલ સુધી દરોડા, પકડાયો 3.44 લાખનો દારુ

Nidhi Panchal

Last Updated: 02:39 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની વિશ્વવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે અને દારૂના કાળા કારોબાર સામે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદની વિશ્વવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. એક તરફ હજારો પોલીસ જવાનો ભગવાન જગન્નાથની યાત્રાને નિર્વિઘ્ન બનાવવા માટે તહેનાત થઈ રહ્યા છે, બીજી તરફ શહેરમાં દારૂના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

Crime-simple

છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બુટલેગર્સ હવે પોલીસના ડર વિના જાહેરમાં બાંકડા પર બેસીને દારૂનું વેચાણ કરી રહ્યા છે. રથયાત્રા પહેલાં આવી પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ છે, પરંતુ તે સાથે જ સવાલ એ પણ ઊભો થયો છે કે આટલા મોટા પ્રમાણમાં દારૂનો ધંધો ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ કેવી રીતે રહી?

મેમ્કોના પાનના ગલ્લામાં ચાલતી હતી મિની વાઈન શોપ

શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેમ્કોના શિવશક્તિનગર પાસે ખોડિયાર માતાજીના મંદિર પાછળ આવેલા એક સામાન્ય પાનના ગલ્લામાંથી પોલીસ કમિશનરની પીસીબીની ટીમે એવો પર્દાફાશ કર્યો કે સમગ્ર પોલીસતંત્રમાં ચર્ચા જગાવી દીધી. પીસીબીના પીઆઇ જે.પી. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવેન્દ્રસિંહ, મહાવીરસિંહ અને જયેન્દ્રસિંહ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાં પહોંચતાં જ એક વ્યક્તિ પાનના ગલ્લા આગળ બાંકડા પર બેસીને શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશસિંહ ઉર્ફે રમેશ રાજપૂત (રહે. મેઘાણીનગર) હોવાનું જણાવ્યું હતું.

પાનના ગલ્લામાં તપાસ હાથ ધરતાં પોલીસ પણ ચોંકી ઊઠી

પોલીસે બાંકડા નીચે તપાસ કરતાં પ્લાસ્ટિકના કેરેટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ત્યાર બાદ પાનના ગલ્લામાં તપાસ હાથ ધરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ગલ્લામાં સંતાડીને રાખેલાં પૂંઠાનાં બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. ગણતરી કરતાં દારૂ અને બિયરની કુલ 831 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 3.44 લાખ થતી હતી.

રમેશે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો

પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને રમેશ રાજપૂતની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન રમેશે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પુરુષોત્તમ મારવાડી નામનો શખ્સ સફેદ ફોર્ચ્યુનર કારમાં આ દારૂનો જથ્થો પહોંચાડતો હતો. હાલ પોલીસે પુરુષોત્તમ મારવાડીની શોધખોળ શરૂ કરી છે.

હેલ્મેટ સર્કલ પર ફિલ્મી દૃશ્યો... પોલીસ અને બુટલેગર્સ વચ્ચે રેસ

ક્રાઈમ બ્રાંચે પણ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મળી હતી કે ઈનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં પ્રવેશી રહ્યો છે અને તેની આગળ એક ક્રેટા કાર પાઈલોટિંગ કરી રહી છે. હેલ્મેટ સર્કલ નજીક પોલીસે બંને કારને રોકવાનો પ્રયાસ કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસે પીછો કરતાં ક્રેટા કાર પુરઝડપે ભાગી ગઈ હતી, જ્યારે ઈનોવા કારનો ચાલક પણ કાર મૂકીને નારણપુરા નજીકથી ક્રેટા કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઈનોવા કારની તપાસ કરતાં રૂ. ૫.૬૯ લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ. ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

crime-simple-new-logo

અમરાઈવાડીમાં કાર મૂકીને ફરાર થયો બુટલેગર

અમરાઈવાડી વિસ્તારમાં પણ પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. પોલીસે કાર્યવાહી કરતાં આરોપી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી પોલીસે રૂ. ૧૮,૭૬૨નો દારૂ ઝડપી પાડ્યો હતો. કાર સહિત કુલ રૂ. ૨.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ચાંદખેડામાં બિયરના જથ્થા સાથે ચાર મહિલા ઝડપાઈ

ચાંદખેડા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને રૂ. ૪,૯૦૦ની કિંમતનાં બિયરનાં ટીન સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં દિવ્યા ચુનારા, ધર્મિષ્ઠા ચુનારા, ટીનુ ચુનારા અને છાયા ચુનારાની ધરપકડ કરવામાં આવી હતી.

રથયાત્રા પહેલાં પોલીસની ક્લીનઅપ ડ્રાઈવ

  • બુટલેગર્સ સામે સતત દરોડા
  • સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ
  • પીસીબી, ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ એલર્ટ
  • હિસ્ટ્રીશીટરો અને અસામાજિક તત્ત્વો પર નજર
  • શહેરમાં પ્રવેશતાં વાહનોના ચેકિંગમાં વધારો
  • રથયાત્રા પહેલાં કેમ વધે છે દારૂની હેરાફેરી?

લોકોની અવરજવર રહેતી હોવાથી બુટલેગર્સ માટે દારૂનું વેચાણ

રથયાત્રા દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી બુટલેગર્સ માટે દારૂનું વેચાણ વધારવાની તક ઊભી થાય છે. કેટલાક વિસ્તારોમાં માગ વધતી હોવાના કારણે અગાઉથી જ દારૂનો જથ્થો એકઠો કરવામાં આવતો હોવાનું પોલીસસૂત્રો માની રહ્યાં છે. આ કારણે જ રથયાત્રા પહેલાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે મહિલા સહિત બે સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલા

પીસીબીને બાતમી મળી ગઈ, સ્થાનિક પોલીસને કેમ નહીં?

મેમ્કોમાં પાનના ગલ્લા આગળ બાંકડા પર બેસીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું. દારૂની સેંકડો બોટલો ગલ્લામાં સંતાડવામાં આવી હતી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું સ્થાનિક પોલીસને આ અંગે કોઈ માહિતી નહોતી? જો નહોતી તો બાતમીદારોની વ્યવસ્થા કેટલી અસરકારક છે? અને જો માહિતી હતી તો કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bootleggers Liquor Raid Ahmedabad Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ