બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે મહિલા સહિત બે સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલા

અમદાવાદ / સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે મહિલા સહિત બે સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલા

Nidhi Panchal

Last Updated: 02:26 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ સતત ફરજ બજાવતા હોય છે. જોકે, છેલ્લા બે દિવસમાં બનેલી બે ગંભીર ઘટનાઓએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે નવા પડકાર ઊભા કર્યા છે.

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દી સારવાર માટે આવે છે. દર્દીઓ અને તેમનાં સ્વજનોની સુરક્ષા જાળવવા માટે હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ સતત ફરજ બજાવતા હોય છે, પરંતુ છેલ્લા બે દિવસમાં બનેલી બે ગંભીર ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે નવા પડકાર ઊભા કર્યા છે. દર્દી અને તબીબી સ્ટાફની સુરક્ષા માટે તહેનાત સુરક્ષાકર્મી જ હુમલાખોરોનાં નિશાન બન્યાં છે.

Civil-hossssss

હોસ્પિટલમાં મોડી રાત્રે બની ઘટના

પ્રથમ ઘટના 1,200 બેડની હોસ્પિટલમાં મોડી રાત્રે બની હતી. માહિતી મુજબ, રાત્રે આશરે 11.30 વાગ્યાના સમયે દારૂના નશામાં ધૂત એક વ્યક્તિ હોસ્પિટલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હોસ્પિટલના નિયમ મુજબ નશાની હાલતમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ આપવાની મનાઈ હોવાથી ફરજ પર હાજર મહિલા સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવી હતી.

તેણે મહિલા ગાર્ડ પર છરી વડે હુમલો કર્યો

આ દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મહિલા ગાર્ડ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં મહિલા ગાર્ડના ઘૂંટણના ભાગે ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. ઘટનાના પગલે હોસ્પિટલના અન્ય સુરક્ષાકર્મીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને હુમલાખોરને કાબૂમાં લઈને પોલીસને સોંપી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં ચીફ સિક્યોરિટી ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ અભિષેક યાદવ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ આરોપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીક બની હતી

બીજી ઘટના સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીક બની હતી. ટ્રોમા સેન્ટર પાસે એમ્બ્યુલન્સ માટેનો માર્ગ ખુલ્લો રહે તે માટે સિક્યોરિટી ગાર્ડ દ્વારા એક વ્યક્તિને પોતાનું વાહન નિર્ધારિત પાર્કિંગ વિસ્તારમાં ખસેડવા જણાવાયું હતું. જોકે, સામાન્ય સૂચનાથી જ વ્યક્તિ ઉશ્કેરાઈ ગઈ હતી. આરોપીએ સુરક્ષાકર્મી સાથે બોલાચાલી કર્યા બાદ તેના પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેણે તેની હેલ્મેટ સિક્યોરિટી ગાર્ડના માથામાં પ્રહાર કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ગાર્ડને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

civil_hospital.jpg

ફરજ બજાવતા સુરક્ષાકર્મીની સ્થિતિ તરફ ધ્યાન

આ બંને ઘટનાઓએ હોસ્પિટલમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીની સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે. દર્દીઓની સલામતી, ઇમર્જન્સી માર્ગો ખુલ્લા રાખવા અને હોસ્પિટલમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સિક્યોરિટી ગાર્ડ સતત ફરજ બજાવે છે. છતાં, ફરજ દરમિયાન તેમને શારીરિક હુમલાનો ભોગ બનવું પડી રહ્યું છે. હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે ફરજ પરના સુરક્ષાકર્મી પર હુમલો કરનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ ઊઠી રહી છે. કારણ કે હોસ્પિટલ માત્ર સારવારનું સ્થળ નથી, પરંતુ ત્યાં કામ કરતા દરેક કર્મચારીની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ , નબીરાઓએ જોખમી સ્ટંટ કરતો વિડીયો થયો વાયરલ

  • હોસ્પિટલના સુરક્ષાકર્મીઓની મુખ્ય જવાબદારી
  • દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા જાળવવી.
  • અસામાજિક તત્ત્વને હોસ્પિટલથી દૂર રાખવાં.
  • ઇમર્જન્સી માર્ગ અને એમ્બ્યુલન્સ બંને ખુલ્લાં રાખવાં.
  • સંવેદનશીલ વિસ્તારમાં નજર રાખવી.
  • કટોકટી સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Security Guard Attack Hospital Security Ahmedabad Civil Hospital
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ