બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RTOમાં પોર્ટલની ખામીથી અરજદારોને હાલાકી , છેલ્લા 20 દિવસથી લાઇસન્સ રીન્યુઅલ પ્રક્રિયા ખોરવાઈ
Last Updated: 03:08 PM, 16 June 2026
અમદાવાદ RTO કચેરીમાં સારથી પોર્ટલ પર ખામી સર્જાતા ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુમાં સમસ્યા સર્જાઈ રહી છે. પરિવહન વિભાગની વિવિધ સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા સારથી પોર્ટલમાં છેલ્લા 20 દિવસથી ટેકનિકલ સમસ્યા હોવાના કારણે અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુઅલ માટે અરજદારો દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે, પરંતુ અપલોડ થયા બાદ તે ડોક્યુમેન્ટ સિસ્ટમમાં દેખાતા જ નથી. જેના કારણે અરજીની પ્રક્રિયા આગળ વધી શકતી નથી અને અરજદારોને વારંવાર RTO કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુઅલની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવામાં આવી છે જેથી લોકોને સરળતા રહે. જોકે, સારથી પોર્ટલમાં આવેલી ખામીના કારણે અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. અનેક અરજદારોનું કહેવું છે કે તેઓએ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા હોવા છતાં સિસ્ટમમાં તેની વિગતો દેખાતી નથી, જેના કારણે તેમની અરજીઓ પેન્ડિંગ રહી ગઈ છે. આ સમસ્યાના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો અમદાવાદ RTO કચેરીમાં પહોંચી રહ્યા છે. ઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અરજદારોને કચેરીમાં જઈને માહિતી મેળવવી પડી રહી છે. પરિણામે કચેરીમાં ભીડ પણ વધી રહી છે અને લોકોનો સમય તથા ખર્ચ બંને વધી રહ્યા છે.
ADVERTISEMENT
ખાસ કરીને છેલ્લા 20 દિવસથી આ સમસ્યા યથાવત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અરજદારોનું કહેવું છે કે ઓનલાઈન સિસ્ટમ પર આધારિત પ્રક્રિયામાં આવી ખામીના કારણે તેમને અનાવશ્યક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા અરજદારો સમયમર્યાદામાં લાઇસન્સ રીન્યુ કરાવવા માંગતા હોવા છતાં ટેકનિકલ ખામીના કારણે કામગીરી અટવાઈ ગઈ છે.
ADVERTISEMENT
પરિવહન વિભાગની ઓનલાઈન સેવાઓમાં સમયાંતરે ટેકનિકલ સમસ્યાઓ સર્જાતી હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. અરજદારોના જણાવ્યા અનુસાર મહિનામાં બે વખત જેટલી વાર સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોય છે, જેના કારણે વિવિધ સેવાઓ પ્રભાવિત થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.