બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / 18 જૂનના વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થશે, 3 દિવસ વરસાદની શકયતા, ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
8 ફોટો ગેલેરી
Last Updated: 02:48 PM, 16 June 2026
1/8
Gujarat Weather : ગુજરાતમાં લોકો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર અને વ્યાપક આગમનની રાહ હજુ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે ચોમાસાની આગળની ગતિ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે.
2/8
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 18 જૂનના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. તેની અસરથી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો પણ સક્રિય બન્યા છે, જે ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ પરિબળ માનવામાં આવે છે.
3/8
હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતો માટે આ વરસાદ પ્રારંભિક રાહતરૂપ બની શકે છે, જોકે વ્યાપક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.
4/8
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં 17 અને 18 જૂન દરમિયાન સામાન્ય વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે.
5/8
હાલની આગાહી મુજબ 19 જૂન બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળી શકે છે. વરસાદની શક્યતાઓ ઓછી થતાં વાતાવરણ ફરી સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આગામી દિવસોમાં નવી અપડેટ જાહેર કરી શકે છે.
6/8
7/8
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ પવનો અને અન્ય હવામાની પરિબળો અનુકૂળ રહ્યા તો ચોમાસાની ગતિમાં તેજી આવી શકે છે. જોકે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન માટે હજુ થોડા દિવસોની રાહ જોવી પડશે.
8/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ