બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / પ્રેમ માટે બાંગ્લાદેશથી ભારત આવી, હિંદુ ધર્મ અપનાવી લગ્ન કર્યા અને હવે ડીપોર્ટેશનની તલવાર !
Last Updated: 03:24 PM, 16 June 2026
પ્રેમ માટે સરહદ ઓળંગી ભારત આવી, હિંદુ ધર્મ અપનાવી લગ્ન કર્યા, બે સંતાનોને જન્મ આપ્યો... પરંતુ 12 વર્ષ બાદ હવે ડીપોર્ટેશનની તલવાર લટકી રહી છે. આણંદના લાંભવેલના યુવક સાથે પ્રેમમાં પડેલી બાંગ્લાદેશની યુવતી કાજલને પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાના આરોપસર ઝડપી લેતા પરિવાર પર સંકટ તોળાઈ રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
માહિતી મુજબ, બાંગ્લાદેશની રહેવાસી કાજલ વર્ષો પહેલાં પ્રેમના કારણે ભારત આવી હતી. આણંદ જિલ્લાના લાંભવેલ ગામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે ભારત આવીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન કાજલે બે સંતાનોને જન્મ આપ્યો હતો અને છેલ્લા 12 વર્ષથી પરિવાર સાથે જીવન વિતાવી રહી હતી.
ADVERTISEMENT
જોકે, હવે કાજલ સામે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનો આરોપ લાગતા સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. પોલીસે કાર્યવાહી કરીને કાજલને ઝડપી લીધી છે. આ ઘટનાએ માત્ર કાજલને જ નહીં પરંતુ તેના પતિ અને બે નાના બાળકોને પણ ભારે માનસિક આઘાત પહોંચાડ્યો છે.
ADVERTISEMENT
કાજલની ધરપકડ બાદ છેલ્લા 15 દિવસથી બે માસુમ બાળકો માતાના વિયોગમાં જીવન જીવી રહ્યા છે. બાળકો સતત પોતાની માતાની રાહ જોઈ રહ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. માતાના અભાવે બાળકો પર માનસિક અસર પડી રહી હોવાનું પણ નજીકના લોકોનું કહેવું છે.
ADVERTISEMENT
બીજી તરફ કાજલના પતિએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે જો કાજલને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે તો તેના જીવને જોખમ થઈ શકે છે. પતિનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી કાજલનું જીવન, પરિવાર અને ઓળખ ભારત સાથે જ જોડાયેલા છે. આવી સ્થિતિમાં તેને ડીપોર્ટ કરવામાં આવે તો માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર પ્રભાવિત થશે.
ADVERTISEMENT
આ કેસમાં એક તરફ કાયદાની જોગવાઈઓ છે, જે મુજબ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ પ્રેમ, પરિવાર અને બે નિર્દોષ બાળકોનું ભવિષ્ય પણ જોડાયેલું છે. આ કારણે મામલો માત્ર કાનૂની મુદ્દો ન રહી માનવીય સંવેદનાઓ સાથે પણ જોડાઈ ગયો છે. હાલ આ સમગ્ર કેસને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. પરિવારને આશા છે કે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ આ મામલે માનવતાના ધોરણે વિચાર કરશે. બીજી તરફ કાયદાકીય પ્રક્રિયા પણ આગળ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.