બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / LRD પરીક્ષામાં 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે

ગુજરાત / LRD પરીક્ષામાં 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે

Nidhi Panchal

Last Updated: 10:31 AM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRD ભરતી પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, હવે OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે

LRD Exam : ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. હવે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો માટે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો આગામી 24 કલાકમાં પોતાની સ્કેન કરેલી OMR શીટ ઓનલાઈન જોઈ અને ડાઉનલોડ કરી શકશે.

lrd2.jpg

કુલ 12,733 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક GPRB

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની કુલ 12,733 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ તેમજ જેલ સિપાઈ જેવી વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ લેખિત પરીક્ષા 14 જૂન, 2026ના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ સહિત રાજ્યના કુલ 7 મોટા શહેરોમાં યોજવામાં આવી હતી.

કુલ 879 શાળા અને કોલેજોમાં કરવામાં આવ્યું

પરીક્ષાનું આયોજન રાજ્યભરની કુલ 879 શાળા અને કોલેજોમાં કરવામાં આવ્યું હતું. આ વિશાળ પરીક્ષા પ્રક્રિયાને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગના આશરે 17,000 અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના આશરે 9,000 અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજ બજાવી હતી. ઉપરાંત પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે કુલ 19 IPS અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

દરેક પરીક્ષા કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા

પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક વર્ગખંડમાં CCTV કેમેરા દ્વારા સંપૂર્ણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેનું લાઇવ મોનીટરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા આપનાર દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય.

પરીક્ષા માટે કુલ 2,63,345 ઉમેદવારોએ અરજી

ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પરીક્ષા માટે કુલ 2,63,345 ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાંથી આશરે 2.40 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. એટલે કે કુલ 91 ટકા જેટલી હાજરી નોંધાઈ હતી, જે ખૂબ જ નોંધપાત્ર માનવામાં આવે છે.

lrd3.jpg

200 ગુણના MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં

પરીક્ષામાં ઉમેદવારોને 200 ગુણના MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના જવાબ OMR શીટમાં નોંધાવવામાં આવ્યા હતા. હાલ ઉમેદવારોની OMR શીટના સ્કેનિંગની કામગીરી ચાલી રહી છે. ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તમામ ઉમેદવારોની સ્કેન કરેલી OMR શીટ સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો પોતાની OMR શીટ 29 જૂન, 2026 સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચો : સાળંગપુર મંદિર કોપીરાઈટ-ટ્રેડમાર્ક વિવાદ, ભક્તોએ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો

લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,942 જગ્યાઓ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યાઓ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)ની 3,002 જગ્યાઓ, જેલ સિપાહી (પુરુષ)ની 300 જગ્યાઓ અને જેલ સિપાહી (મહિલા/મેટ્રન)ની 31 જગ્યાઓનો સમાવેશ થાય છે. હવે ઉમેદવારોની નજર OMR શીટ અને આગામી ભરતી પ્રક્રિયા પર રહેશે. પરીક્ષાના પરિણામ અને આગળના તબક્કાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Recruitment LRD Exam OMR Sheet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ