બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'કોના કહેવાથી અને કેમ ગયા હતા'? સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો રિપોર્ટ થશે રજૂ

સુરત / 'કોના કહેવાથી અને કેમ ગયા હતા'? સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો રિપોર્ટ થશે રજૂ

Kalpesh Kandoria

Last Updated: 01:28 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી બાદ ઉભા થયેલા વિવાદે હવે નિર્ણાયક વળાંક લીધો છે. સાત અધિકારીઓના નિવેદનોના આધારે તૈયાર થયેલો તપાસ અહેવાલ આજે રજૂ થવાનો હોવાથી સૌની નજર તેના તારણો પર ટકેલી છે.

સુરતમાં ગરીબ પરિવારોને બેઘર કરતી મહાનગરપાલિકાની ડિમોલિશન કાર્યવાહીને લઈને ઉઠેલા વિવાદ બાદ હવે સમગ્ર મામલાની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી છે. મીડિયા દ્વારા સતત ઉઠાવવામાં આવેલા સવાલો અને ઘટનાને ગંભીરતાથી લેવામાં આવતા સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશિષ નાયકે વિશેષ તપાસ સમિતિની રચના કરી હતી.

મળતી માહિતી મુજબ, આજે ઝોનલ ચીફ આશિષ નાયક દ્વારા તપાસ સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવશે. ડિમોલિશન કાર્યવાહી દરમિયાન નાસીરનગર વિસ્તારમાં અધિકારીઓની ભૂમિકા અને કાર્યવાહી પાછળના કારણોને લઈને સાત અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.

આ તપાસ દરમિયાન સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જિયાંગ રામજીવાલા સહિત કુલ સાત અધિકારીઓની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં એક કાર્યપાલક ઇજનેર, ત્રણ ડેપ્યુટી ઇજનેર અને ત્રણ જુનિયર ઇજનેરનો સમાવેશ થાય છે. ઉચ્ચ સ્તરેથી આદેશ મળ્યા બાદ તમામ અધિકારીઓ પાસેથી ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

આ પણ વાંચો- રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરો મુક્ત, 26 લોકો સામે પોલીસ કેસ

ઝોનલ ચીફ આશિષ નાયકે પૂછપરછ દરમિયાન અધિકારીઓને ખાસ કરીને નાસીરનગર વિસ્તારમાં તેઓ કોના સૂચનથી પહોંચ્યા હતા અને ત્યાં ડિમોલિશન સંબંધિત કાર્યવાહી શા માટે હાથ ધરવામાં આવી હતી તે અંગે સવાલો કર્યા હતા. તમામ અધિકારીઓના નિવેદનોની નોંધ લેવામાં આવી હતી અને તેના આધારે તપાસ સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કર્યો છે.

હવે આજે રજૂ થનારા રિપોર્ટ પર સૌની નજર મંડાયેલી છે. રિપોર્ટમાં શું તારણો સામે આવે છે અને જવાબદારી કોના માથે નક્કી થાય છે તે અંગે સ્થાનિક રહેવાસીઓ તેમજ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

demolition Nasirnagar demolition Surat demolition controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ