બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8માં પગાર પંચ લાગુ થતાં જ મળશે 12 લાખનું એરિયર! કર્મચારીઓની બલ્લે-બલ્લે
Last Updated: 09:43 PM, 13 June 2026
કેન્દ્રીય કર્મચારીઓમાં હાલમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી એરીયર સુધીના મુખ્ય પ્રશ્નોના જવાબો હજુ પણ રાહ જોવાઈ રહ્યા છે. જેના લીધે કર્મચારીઓમાં ઉત્સુકતા છે. 7મું નાણાં પંચ 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થયું હતું અને 8મું નાણાં પંચ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું. આથી જ કર્મચારીઓ પગાર પંચ સંબંધિત માહિતી પર વધુને વધુ ચર્ચા કરી રહ્યા છે. નવા પગાર પંચના અહેવાલની સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે.
ADVERTISEMENT
પગાર પંચના અમલીકરણ અને અસરકારકતા વચ્ચે અંતર જોવા મળે તે સામાન્ય બાબત છે. આ રિપોર્ટની તૈયારી અને ત્યાર બાદના સરકારી નિર્ણયને કારણે થાય છે. 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ તેને સંપૂર્ણપણે અસરકારક બનવામાં સમય લાગશે. કમિશન હાલમાં અહેવાલો તૈયાર કરી રહ્યું છે અને તે મુજબ કર્મચારીઓએરીયર માટે પાત્ર રહેશે. પણ આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટલું એરિયર મળશે તે મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે. જેમાં કર્મચારી સંગઠનોએ પગાર પંચ પાસેથી 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે. મતલબ કે જો 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 51000 રૂપિયા વધી શકે છે.
મતલબ કે 8મા નાણા પંચને અમલમાં આવવામાં 24 મહિના લાગે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને12.24 લાખ રૂપિયા સુધીનું એરિયર મળશે. જો 18 મહિનાનું એરિયર મળે તો પણ રકમ 9.18 લાખ રૂપિયા રહેશે. પણ કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અંતિમ એરિયર ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં બેઝીક પગાર, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થાને મર્જ કરવા માટેનું ફોર્મ્યુલા (જો કોઈ હોય તો), તે કઈ તારીખથી પ્રાપ્ત થશે, કર્મચારીના પે લેવલ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં અમુક અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 2027 ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.