બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્પેસએક્સના ધમાકેદાર IPO સાથે મસ્ક બન્યા દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર, નેટવર્થ 1.1 ટ્રિલિયન ડોલર!

OMG / સ્પેસએક્સના ધમાકેદાર IPO સાથે મસ્ક બન્યા દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર, નેટવર્થ 1.1 ટ્રિલિયન ડોલર!

Pravin Joshi

Last Updated: 11:18 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિઝનેસ જગતમાં એક નવો ઈતિહાસ રચાયો છે. એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) ના શેર અમેરિકી શેરબજારમાં લિસ્ટ થતાં જ મસ્ક દુનિયાના સૌથી પહેલા ટ્રિલિયોનેર બની ગયા છે. સ્પેસએક્સનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો પબ્લિક ઈશ્યુ સાબિત થયો છે, જેના દ્વારા કંપનીએ $75 બિલિયન એકત્ર કર્યા છે.

રોકેટ અને સેટેલાઇટ ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવ્યા બાદ હવે એલોન મસ્કે વૈશ્વિક શેરબજારમાં પણ ધમાકો કર્યો છે. સ્પેસએક્સ કંપની અમેરિકાના નાસ્ડેક બજારમાં SPCX ટિકર સિમ્બોલ સાથે લિસ્ટ થઈ ગઈ છે. આ લિસ્ટિંગની સાથે જ કંપનીનું કુલ માર્કેટ વેલ્યુએશન $1.75 ટ્રિલિયન પર પહોંચી ગયું છે, જે તેને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓની ટોચની યાદીમાં સામેલ કરે છે. આ ઐતિહાસિક ઘટનાને પગલે એલોન મસ્કની વ્યક્તિગત સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.

Elon-Musk

સાઉદી અરામકોનો વર્ષ 2019 નો રેકોર્ડ તૂટ્યો

સ્પેસએક્સનો આ આઈપીઓ ઇતિહાસમાં સૌથી વધુ મૂડી એકત્ર કરનારો પબ્લિક ઈશ્યુ બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ સાઉદી અરેબિયાની સરકારી ઓઈલ કંપની સાઉદી અરામકો (Saudi Aramco) ના નામે હતો. સાઉદી અરામકો વર્ષ 2019 માં માર્કેટમાં લિસ્ટ થઈ હતી અને તેણે $29 બિલિયન એકત્ર કર્યા હતા. તેની સરખામણીએ સ્પેસએક્સે માર્કેટમાંથી સીધા $75 બિલિયનનું માતબર ફંડ એકત્ર કરીને નવો વૈશ્વિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

elon-musk-1

બજારમાં આઈપીઓની જોરદાર માંગ અને અનોખી ફાળવણી

આઈપીઓ દરમિયાન સ્પેસએક્સના શેર મેળવવા માટે રોકાણકારોમાં ભારે પડાપડી જોવા મળી હતી. કંપની પાસે ઉપલબ્ધ શેર કરતાં 4 ગણી વધુ રકમની બોલીઓ આવી હતી. રોકાણકારોએ આશરે $250 બિલિયનથી $300 બિલિયન સુધીના શેર ખરીદવાની ઉત્સુકતા દર્શાવી હતી. સામાન્ય રીતે મોટા આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે માત્ર 5% થી 10% હિસ્સો જ અનામત રાખવામાં આવતો હોય છે. પરંતુ સ્પેસએક્સે એક અસામાન્ય અને મોટો નિર્ણય લેતા આ સમગ્ર આઈપીઓનો 30% હિસ્સો સામાન્ય રિટેલ રોકાણકારો માટે અનામત રાખ્યો હતો, જેના કારણે સામાન્ય જનતાને પણ મસ્કની કંપનીમાં સીધા ભાગીદાર બનવાની મોટી તક મળી છે.

spacex-launches-64-satellit.jpg

પ્રીમિયમ સાથે ઓપનિંગ થવાના સંકેત

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, આઈપીઓ દરમિયાન સ્પેસએક્સના શેરની ઇશ્યુ કિંમત $135 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. જો કે, માર્કેટ સેન્ટિમેન્ટ અને ભારે ડિમાન્ડને જોતાં એવી પ્રબળ સંભાવના છે કે નાસ્ડેક પર સ્પેસએક્સનો પહેલો ટ્રેડ $174 ની આસપાસ શરૂ થઈ શકે છે. જો આવું થશે, તો આ શેર તેના રોકાણકારોને લિસ્ટિંગના પહેલા જ દિવસે 29% જેટલું મજબૂત પ્રીમિયમ કમાઈ આપશે. સમાચાર લખાયા ત્યાં સુધી શેરનું સત્તાવાર દૈનિક ટ્રેડિંગ શરૂ થયું નહોતું, પરંતુ થોડા કલાકોમાં તે લાઈવ ટ્રેડ માટે ઓપન થઈ જશે.

એલોન મસ્કની હિસ્સેદારી અને વન ટ્રિલિયન ડોલર ક્લબ

સ્પેસએક્સ કંપનીમાં પ્રમોટર તરીકે એલોન મસ્ક સૌથી મોટો હિસ્સો ધરાવે છે. લિસ્ટિંગના નવા વેલ્યુએશન મુજબ સ્પેસએક્સમાં મસ્કના શેરની કિંમત જ માત્ર $866 બિલિયન થઈ ગઈ છે. આ સંપત્તિની સાથે તેમની ટેસ્લા (Tesla), એક આઈ ટૂલ અને એક્સ (ટ્વિટર) જેવી અન્ય કંપનીઓના શેરના મૂલ્યને ઉમેરવામાં આવે, તો એલોન મસ્કની કુલ નેટવર્થ સત્તાવાર રીતે $1.1 ટ્રિલિયન પર પહોંચી ગઈ છે. આ સાથે તેઓ માનવ ઈતિહાસના સત્તાવાર પ્રથમ ટ્રિલિયોનેર ઘોષિત થયા છે.

વધુ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આટલી મર્યાદામાં મળશે પેટ્રોલ-ડીઝલ

વિશ્વના સમૃદ્ધ દેશોની GDP કરતાં પણ મસ્ક વધુ અમીર

એલોન મસ્કની આ નવી સંપત્તિ કેટલી વિશાળ છે તેનો અંદાજ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા જાહેર કરવામાં આવેલા દેશોના જીડીપી ડેટા પરથી લગાવી શકાય છે. મસ્કની એકલાની સંપત્તિ દુનિયાના ઘણા વિકસિત દેશોની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ મોટી છે:

તાઈવાન: એશિયાના ટેકનોલોજી હબ ગણાતા તાઈવાન દેશની કુલ જીડીપી આશરે $976.7 બિલિયન છે.

આયર્લેન્ડ: યુરોપિયન દેશ આયર્લેન્ડની વાર્ષિક જીડીપી $779 બિલિયન આસપાસ છે.

ઈઝરાયેલ: મિડલ ઈસ્ટના મજબૂત દેશ ઈઝરાયેલની કુલ જીડીપી $719 બિલિયન છે.

આ આંકડા સ્પષ્ટ કરે છે કે એલોન મસ્ક વ્યક્તિગત રીતે આ આખેઆખા દેશોની કુલ અર્થવ્યવસ્થા અને નેશનલ વેલ્થ કરતાં પણ વધુ અમીર અને આર્થિક રીતે શક્તિશાળી બની ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ElonMusk SpaceXIPO FirstTrillionaire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ