બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વર્લ્ડ કપ 2027ને લઈ મોટી અપડેટ, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ

સ્પોર્ટ્સ / વર્લ્ડ કપ 2027ને લઈ મોટી અપડેટ, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ

Jinal Chauhan

Last Updated: 08:53 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્લ્ડ કપને લઈને એવી માહિતી સામે આવી છે જે ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી શકે છે.

ICCની બેઠકમાં 2027 વર્લ્ડ કપની તારીખો પર સહમતિ બની હોવાનું જાણવા મળ્યું છે. ટૂર્નામેન્ટના મોટાભાગના મેચો દક્ષિણ આફ્રિકામાં રમાવાની સંભાવના છે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામીબિયા પણ કેટલીક મેચોની યજમાની કરશે. આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે, જેના કારણે સ્પર્ધા વધુ રોમાંચક બનવાની છે. ટૂર્નામેન્ટની અંતિમ તૈયારીઓ અને આયોજન અંગે જુલાઈમાં યોજાનારી આઈસીસીની વાર્ષિક બેઠકમાં વધુ ચર્ચા થશે.

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારો 2027નો વનડે વર્લ્ડ કપ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. આઈસીસીની મે મહિનામાં અમદાવાદમાં યોજાયેલી બોર્ડ બેઠક દરમિયાન આ તારીખો પર સહમતિ બની હોવાનું જાણવા મળ્યું છે. ટૂર્નામેન્ટ સંબંધિત બાકી મુદ્દાઓ પર જુલાઈમાં યોજાનારી વાર્ષિક બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

માહિતી અનુસાર કુલ 54માંથી આશરે 41 મેચ દક્ષિણ આફ્રિકાના આઠ મેદાનો પર રમાશે. ઝિમ્બાબ્વેમાં 8થી 10 મેચ યોજાઈ શકે છે, જ્યારે નામીબિયામાં ત્રણ મેચ રમાવાની સંભાવના છે. ઝિમ્બાબ્વેના વિક્ટોરિયા ફોલ્સ ખાતે બની રહેલું નવું સ્ટેડિયમ સમયસર તૈયાર થઈ જાય તો તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.2003 બાદ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા વનડે વર્લ્ડ કપની યજમાની કરશે. જોકે, દેશમાં અગાઉ ટી20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા ટી20 વર્લ્ડ કપ જેવા મોટા ટૂર્નામેન્ટ્સ યોજાઈ ચૂક્યા છે.

vtv hiring

આ પણ વાંચોઃ OTT પર થશે FIFA World Cupનું લાઇવ સ્ટ્રીમિંગ! જુઓ ક્યારે અને કેવી રીતે

14 ટીમ લેશે ભાગ

આ વખતે વર્લ્ડ કપમાં 14 ટીમો ભાગ લેશે. ટીમોને સાત-સાતના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો સુપર સિક્સ તબક્કામાં પહોંચશે. યજમાન દેશ તરીકે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ પહેલેથી જ સ્થાન મેળવી લીધું છે, જ્યારે નામીબિયાને ક્વોલિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

2027નો વર્લ્ડ કપ 2027-31ના નવા ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) હેઠળનું પ્રથમ આઈસીસી ઇવેન્ટ હશે. આ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના વિસ્તરણ અને તમામ 12 ફુલ મેમ્બર દેશોને તેમાં સામેલ કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે અંતિમ નિર્ણય જુલાઈમાં યોજાનારી આઈસીસીની વાર્ષિક બેઠકમાં લેવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC ODI World Cup 2027 South Africa World Cup Zimbabwe Cricket
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ