બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:55 AM, 12 June 2026
1/7
હિન્દુ ધર્મમાં શુક્રવાર લક્ષ્મી માતાને સમર્પિત છે. આ દિવસે લક્ષ્મી માતાની વિશેષ પૂજાનું ,મહત્વ છે. આ દિવસે વ્રત રાખવાનો પણ મહિમા છે. જેમાં ભક્તો ધન અને સમૃદ્ધિ મેળવવા માટે વૈભવ લક્ષ્મીનો ઉપવાસ રાખે છે. એવી માન્યતા છે કે, શુક્રવારે ઉપવાસ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
2/7
આ વ્રત ઓછામાં ઓછા 11 કે 21 શુક્રવાર સુધી રાખવામાં આવે છે. આ ઉપવાસ પહેલા શુક્રવારથી શરૂ થઈ શકે છે અને પૂર્ણાહુતિ વિધિ 11મા કે 21મા શુક્રવાર એટલે કે છેલ્લા શુક્રવારે કરી શકાય છે. જો તમે વૈભવ લક્ષ્મીનું વ્રત કરો છો તો તેના સમાપનની રીત જાણવી જરૂરી છે. જો પૂર્ણાહુતિ વિધિ યોગ્ય રીતથી કરવામાં ન આવે તો વ્રતનો સંપૂર્ણ લાભ મળતો નથી.
3/7
4/7
શુક્રવારે સૂર્યાસ્ત બાદ પ્રદોષ કાળ દરમિયાન પૂજા ચોકી પર લાલ કપડું પાથરો. તેના પર લક્ષ્મી માતાની મૂર્તિ કે તસવીર મૂકો. વૈભવ લક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. ચોખાના દાણા, ફૂલો, ધૂપ, દીવા અને નૈવેદ્યથી પૂજા કરો. ચંદનનો લેપ, કુમકુમ અને ચોખાના દાણા સોના કે ચાંદીના સિક્કા કે કોઈપણ દાગીના પર લગાવો. લક્ષ્મી માતાને ચોખા કે મખાનાના બીજની ખીર અર્પણ કરો. વૈભવ લક્ષ્મી માતાની વાર્તા વાંચો. બાદમાં તેમના મંત્રોનો જાપ કરો. અને આરતી સાથે પૂજા પૂરી કરો.
5/7
શુક્રવારના વ્રત પૂર્ણાહુતિ માટે 7, 11, કે 21 પરિણીત મહિલાઓને બોલાવો. પૂજા પૂરી થયા બાદ તેમને પ્રસાદ વહેંચો. ખીર-પુરીનું ભોજન કરાવો અને ઉપહાર આપો. સ્ત્રીઓને લગ્નની વસ્તુઓ પણ આપી શકાય છે. ત્યાર બાદ તેમને કુમકુમ તિલક લગાવો. વૈભવ લક્ષ્મી વ્રતનું પુસ્તક પણ ભેટ આપો. પ્રસાદ ગ્રહણ કરીને તમે ઉપવાસ પૂર્ણ કરો.
6/7
શુક્રવાર કે બીજા કોઈપણ ઉપવાસ અધૂરી મનોકામનાને પુરી કરવા રાખવામાં આવે છે. એના માટે 7, 11, કે 21 દિવસ ઉપવાસ કરવાનું વ્રત રાખવામાં આવે છે. જ્યારે ઉપવાસનો ઉદેશ્ય કે તમારી ઇચ્છા પૂરી થાય છે ત્યારે તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. પૂર્ણાહુતિ વગર ઉપવાસ અધૂરો માનવામાં આવે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ