બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:34 PM, 11 June 2026
ભારત સહિત સમગ્ર વિશ્વના કરોડો ફૂટબોલ ચાહકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ભવ્ય પ્રતીક્ષાનો આજ રાતથી અંત આવવા જઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2026 નો શંખનાદ મેક્સિકો સિટી સ્ટેડિયમમાં યજમાન મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેના હાઈ-વોલ્ટેજ ઓપનિંગ મુકાબલા સાથે થશે. ભારતમાં આ મેગા ટૂર્નામેન્ટના પ્રસારણને લઈને છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ભારે અનિશ્ચિતતાનો માહોલ હતો, પરંતુ હવે તેના મીડિયા અને ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સને લઈને મોટો ખુલાસો થઈ ગયો છે. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસે (ZEEL) આગામી 8 વર્ષના લાંબા ગાળા માટે ફિફા વર્લ્ડ કપના ઓફિશિયલ રાઇટ્સ પોતાના નામે કરી લીધા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમે પણ ફૂટબોલના રસિયા છો અને ટીવી કે મોબાઈલ પર લાઈવ મેચ જોવા ઈચ્છો છો, તો ભારતમાં ઓફિશિયલ બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સની યાદી નીચે મુજબ છે:
ટીવી પર પ્રસારણ: ફિફા વર્લ્ડ કપ 2026 ની તમામ મેચો ટીવી પર ઝી એન્ટરટેઈનમેન્ટના તદ્દન નવા સ્પોર્ટ્સ નેટવર્ક Unite8 Sports ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે.
ADVERTISEMENT
ઓટીટી (OTT) પ્લેટફોર્મ: મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર ઓનલાઈન મેચ જોવા માટે દર્શકો Zee5 (જી5) એપ્લિકેશન પર લાઈવ સ્ટ્રીમિંગ માણી શકશે.
દૂરદર્શન પર ફ્રી પ્રસારણ: જેઓ ફ્રી-ટુ-એર ચેનલોનો ઉપયોગ કરે છે તેમના માટે ખુશખબર છે કે પ્રસાર ભારતીના DD Free Dish ના સ્પોર્ટ્સ પ્લેટફોર્મ DD Sports પર પણ ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલ સહિતની કેટલીક ખાસ અને ચુનંદા મેચોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
ADVERTISEMENT
અહીં નોંધનીય બાબત એ છે કે Zee5 પર મેચો જોવા માટે દર્શકો પાસે સક્રિય Zee5 Subscription હોવો જરૂરી છે. જો તમારી પાસે સબ્સ્ક્રિપ્શન ન હોય તો તમે કોઈપણ ટેલિકોમ કંપનીના એવા રિચાર્જ પ્લાન પસંદ કરી શકો છો જેમાં જી5 ફ્રી મળતું હોય, અથવા જી5ની સત્તાવાર વેબસાઈટ પર જઈને નવો પ્લાન ખરીદી શકો છો.

ADVERTISEMENT
આગામી થોડા દિવસોમાં રમાનારી શરૂઆતની મહત્વપૂર્ણ મેચોનું શેડ્યૂલ અને ભારતીય સમય (IST) નીચે મુજબ છે:
ADVERTISEMENT
મેચ 1: મેક્સિકો વિરૂદ્ધ સાઉથ આફ્રિકા
11 જૂનની રાત્રે (ટેકનિકલી 12 જૂનની મધ્યરાત્રિએ) ભારતીય સમય અનુસાર રાત્રે 12:30 વાગ્યે, સ્થળ: મેક્સિકો સિટી સ્ટેડિયમ.
મેચ 2: દક્ષિણ કોરિયા વિરૂદ્ધ ચેકિયા
શુક્રવારે (12 જૂન) ભારતીય સમય અનુસાર વહેલી સવારે 07:30 વાગ્યે શરૂ થશે.
મેચ 3: કેનેડા વિરૂદ્ધ બોસ્નિયા અને હર્ઝેગોવિના
13 જૂનના રોજ ભારતીય સમય અનુસાર મધ્યરાત્રિએ રાત્રે 12:30 વાગ્યે બંને ટીમો આમને-સામને ટકરાશે.
મેચ 4: USA વિરૂદ્ધ પેરાગ્વે
13 જૂનની સવારે ભારતીય સમય અનુસાર સવારે 06:30 વાગ્યે શરૂ થશે, સ્થળ: લોસ એન્જલસ સ્ટેડિયમ, અમેરિકા.
આ તમામ મેચોના લાઈવ અપડેટ્સ અને હાઈ-ડેફિનેશન બ્રોડકાસ્ટિંગ માટે ઝી નેટવર્ક અને દૂરદર્શને પોતાની તમામ તકનીકી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેથી ભારતીય ફેન્સને આંતરરાષ્ટ્રીય સ્તરનો અદભુત અનુભવ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.