બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સસ્તું થશે પેટ્રોલ! ઈથેનોલવાળા પેટ્રોલ પર હવે નહીં લાગે એક્સાઈઝ ડ્યુટી, સરકારનું મોટું એલાન
Last Updated: 08:32 AM, 11 June 2026
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે ઈંધણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 22 ટકાથી 30 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય મુજબ હવે E-22, E-25, E-27 અને E-30 શ્રેણીના પેટ્રોલ પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાગુ નહીં પડે. એટલે કે વધુ ઈથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન મળશે.
ADVERTISEMENT
હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણની સપ્લાય ચેઈન પર અસર જોવા મળી રહી છે. તેના કારણે કાચા તેલ અને પેટ્રોલ-ડીઝલની કિંમતો પર દબાણ વધ્યું છે. આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણય લઈને ઈંધણના ભાવને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો છે.

ADVERTISEMENT
સરકારનું માનવું છે કે વધુ ઈથેનોલ મિશ્રણથી પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે અને પેટ્રોલની માંગ તથા પુરવઠા વચ્ચે સંતુલન જળવાશે. આ નિર્ણયથી તેલ કંપનીઓને પણ રાહત મળશે, જ્યારે શેરડી અને અન્ય પાકમાંથી ઈથેનોલ બનાવતા ખેડૂતોને વધારાનો લાભ મળી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 8મા પગાર પંચ પહેલા મળી શકે છે મોંઘવારી ભથ્થામાં વધારો! જાણો કેટલું
નિષ્ણાતોના મતે એક્સાઈઝ ડ્યુટી હટાવવાના આ પગલાથી ભવિષ્યમાં ગ્રાહકોને પણ સસ્તું ઈંધણ મળી શકે છે. સાથે જ દેશની ગ્રીન એનર્જી અને બાયોફ્યુઅલ નીતિને પણ મજબૂતી મળશે. સરકારનો આ નિર્ણય ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આવક અને ગ્રાહકોને રાહત ત્રણેય દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
વધુ ઈથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ ખેડૂતો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે ઈથેનોલનું ઉત્પાદન કૃષિ પાકોમાંથી કરવામાં આવે છે. સરકારના આ નિર્ણયની તાત્કાલિક અસર ભલે મર્યાદિત હોય, પરંતુ તેની પાછળ લાંબા ગાળાની વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે.
હવે વધુ ઈથેનોલ ધરાવતા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી શૂન્ય થતાં E-20 અથવા પ્રીમિયમ પેટ્રોલની સરખામણીએ તે વધુ સસ્તું બનશે. પરિણામે તેની માંગમાં વધારો થવાની શક્યતા છે.જોકે હાલમાં આ પ્રકારનું પેટ્રોલ તમામ વાહનોમાં વાપરી શકાય તેમ નથી. પરંતુ આ નિર્ણયથી વાહન નિર્માતા કંપનીઓને એવા એન્જિન વિકસાવવા માટે પ્રોત્સાહન મળશે, જે વધુ ઈથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ પર સરળતાથી ચાલી શકે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં E-85 પેટ્રોલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે આ પેટ્રોલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ કરી શકાય છે. ભવિષ્યમાં આવી ટેક્નોલોજીનો વ્યાપ વધતા વધુ ઈથેનોલવાળા ઈંધણનો ઉપયોગ પણ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.