ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કોરિયોગ્રાફરો પાસે પણ કામના બદલામા થઇ હતી ગંદી ડિમાન્ડ, મોટો ખુલાસો

મનોરંજન / કોરિયોગ્રાફરો પાસે પણ કામના બદલામા થઇ હતી ગંદી ડિમાન્ડ, મોટો ખુલાસો

Published By: Nirav Kumar

Last Updated: 02:40 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની અનેક મુવીઝમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરી ચુકેલી શબીના ખાને કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં શબીનાએ કહ્યું કે, ખૂબ જ નાની ઉંમરે મારી પાસેથી પણ ઘણી ગંદી ડિમાન્ડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

શબીના ખાન બોલીવુની ફેમસ કોરિયોગ્રાફરોમાંની એક છે. તે સલમાન ખાનની ફેવરિટ પણ છે. સુપરસ્ટારની દરેક ફિલ્મમાં તેનું સોંગ છે. તે ખૂબ જ નાની ઉંમરથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને વર્ષો બાદ તેને કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો છે. જેમાં તેને એમ પણ કહ્યું કે સલમાન ખાને તેને ઇન્ડસ્ટ્રીમાં કામ આપ્યું હતું. જેમાં એક ઇન્ટરવ્યુમાં શબીનાએ કહ્યું, "હું ડૉક્ટર બનવા માંગતી હતી, પરંતુ મેં મારા પરિવારને મદદ આપવા માટે નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે મેં ગણેશ આચાર્ય સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું ખૂબ જ નાની હતી."

શબીનાએ કહ્યું કે સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર વ્યક્તિ છે જેને માણસના કામની કદ્ર છે. તે મને તેની દરેક ફિલ્મમાં કામ આપે છે. સલમાન એકમાત્ર સ્ટાર છે જેની ફિલ્મોમાં મારા એક કે બે સોંગ હોય જ છે. હું તે,ની સાથે કામ કરવામાં ખૂબ જ કંફર્ટેબલ ફીલ કરું છું. તેની સાથે કામ કરવું ખૂબ જ સલામત છે.

hiring vtv 1

શબીનાને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. જેમાં તેણીએ કહ્યું કે"હા, ખૂબ જ નાની ઉંમરે, મારી પાસેથી પણ ઘણી ગંદી ડિમાન્ડ કરવામાં આવી હતી. મેં હાથ જોડ્યા અને સેટ છોડી દીધો. હું નસીબદાર છું કે મારી સાથે કંઈ ખરાબ થયું નથી. મેં ભલે મજબૂરીમાં કામ કરવાનું શરૂ કર્યું પરંતુ મારી માતાએ મને કહ્યું હતું કે આપણે ભૂખ્યા રહી લેશું પણ કંઈ ખોટું નથી કરવાનું."

શબીનાએ જણાવ્યું કે, તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, "તું રાની મુખર્જી જેવી લાગે છે એક્ટિંગ કરવાનો પ્રયાસ કર." મેં ના પાડી. કેમ કે હું તે રસ્તે જવા માંગતી નહોતી. હું નહોતી ઇચ્છતી કે મારી સાથે કંઈ ખરાબ થાય. આથી જ મેં મારી ડ્રેસિંગ સ્ટાઇલ પણ બદલી હતી. સલમાન ખાને મને 'પ્રેમ રતન ધન પાયો'માં કામ ઓફર કર્યું હતું. ત્યાર બાદ હું નવ મહિના સુધી ખાલી બેઠી રહી; કોઈએ મને કામ આપ્યું નહીં. લોકોએ મારું કામ છીનવ્યું છે બસ"

શબીનાને ગણેશ આચાર્ય પર #MeTooનો આરોપ લગાવવા વિશે પૂછવામાં આવ્યું કે "શું તમને ક્યારેય તેમની સાથે કામ કરતી વખતે આવું લાગ્યું હતું?" તેને ના કહ્યું. "જ્યારે મેં તેમની સાથે કામ કર્યું ત્યારે હું ખૂબ નાની હતી. જ્યારે મને સમજાયું, ત્યારે મેં કામ છોડી દીધું."

વધુ વાંચો : પોતાનાથી 12 વર્ષ મોટા એક્ટરને જ્હાન્વીએ કર્યું Liplock, 'Peddi'નો રોમેન્ટિક સીન વાયરલ

શબીનાએ કહ્યું, "હું સાચું કે ખોટું શું છે તે જાહેર કરવા માંગતી નથી. તે એક મોટું નામ છે. તે મારા ગુરુ પણ છે. જેમને આરોપ લગાવ્યા છે તેમની પણ ઈજ્જત કરું છું. પરંતુ હું આનો યોગ્ય જવાબ આપી નહી શકું. #MeToo માટે બોલનારી કોઈપણ છોકરી ખાલી એમ જ પોતાની પ્રતિષ્ઠા દાવ પર ન લગાવે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે જ્યારે તે થઈ રહ્યું હોય ત્યારે બોલો, કેમ કે પછી બોલવાનો કોઈ ફાયદો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Choreographer Shabina Khan Casting Couch

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ