બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / પોતાનાથી 12 વર્ષ મોટા એક્ટરને જ્હાન્વીએ કર્યું Liplock, 'Peddi'નો રોમેન્ટિક સીન વાયરલ
Last Updated: 09:09 AM, 10 June 2026
સાઉથ ઇન્ડિયન સ્ટાર રામ ચરણની ફિલ્મ "પેડ્ડી" એ વિવાદ ઉભો કર્યો છે. જ્યાં એક્ટર્સના રોલની પ્રશંસા થઈ રહી છે ત્યાં જ જાહ્નવી કપૂરને ઓબ્જેકટીફાઈ બનાવવા બદલ તેની આલોચના પણ થઈ રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી અને રામ ચરણ વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે જેની ક્રિટિકસ આલોચના કરી રહ્યા છે. રામ ચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ "પેડ્ડી" માં રોમેન્ટિક સીન પર વિવાદ ઉભો થયોછે. ખાસ કરીને રામ ચરણ અને જાહ્નવીના લિપલોકની ક્લિપ્સ ઓનલાઈન વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT

રામ ચરણ અને જાહ્નવીના લિપલોકની ક્લિપ હવે ઓનલાઈન વાયરલ થઈ રહી છે. જેમાં જાહ્નવીએ ફિલ્મમાં પોતાની બોલ્ડનેસ બતાવવામાં કોઈ કસર છોડી નથી. તેને તેના બોલ્ડ મૂવ્સથી દર્શકોને પણ ચોંકાવ્યા હતા. જેમાં તેના કરતા 12 વર્ષ મોટા રામ ચરણ સાથે રોમાન્સ કર્યો છે. ડાયરેક્ટરે તેમની ઓનસ્ક્રીન જોડીને રોમેન્ટિક અને ગ્લેમરસ તરીકે બતાવવાનો બેસ્ટ ટ્રાય કર્યો હતો, પરંતુ તે મિસ થઇ ગયા હોય એમ લાગે છે. કેમ કે ફિલ્મ જોયા બાદ યુઝર્સે આ સીનને વલ્ગર ગણાવ્યા છે.
ADVERTISEMENT
🚨 JANHVI KAPOOR CHATS GO VIRAL🚨
— Jeet (@JeetN25) June 6, 2026
Janhvi Kapoor chats with her fanpages gone viral , where she said in September while shooting for peddi with Ram Charan
LOOK AT THIS CHATS 😳
- She was feeling discomfort while giving shots which the director was wanting .
- Director was… pic.twitter.com/Zx7sXTiFLh
આ વિવાદ બાદ ફિલ્મના ડાયરેક્ટરે સીનમાં ફેરફાર કર્યા છે. તેમનું કહેવું છે કે તેમને ખબર નહોતી કે દર્શકો જાહ્નવીના સીન આ રીતે જોશે. જાહ્નવીએ હજુ સુધી આ વિવાદ પર કોઈ કોમેન્ટ કરી નથી. જોકે તેમની અમુક ચેટ્સ લીક થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ આ સીન કરવામાં કંફર્ટેબલ ફીલ નહતી કરતી. તેને મેકરને તે ન કરવા કહ્યું પણ હતું પરંતુ તેઓએ સાંભળ્યું નહીં.
ADVERTISEMENT
જોકે આ ચેટ્સમાં હકીકત છે કે અફવાહ તેની જાણ નથી. ઈન્ટરનેટ યુઝર્સ તેને જાહ્નવી કપૂર દ્વારા પીઆર ગેમ કહી રહ્યા છે. તેમનું માનવું છે કે એક્ટ્રેસ મેકર પર આરોપ લગાવી પોતાને નિર્દોષ જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં લોકો કહી રહ્યા છે કે, જો જાહ્નવી તેની બોડીને ઓબ્જેક્ટિફિકેશનની વિરુદ્ધ હતી તો તેને એ સમયે જ બોલવું જોઈતું હતું, કેમ કે તે એક મોટા બોલીવુડ ફિલ્મ પરિવારમાંથી આવે છે. તે કોઈપણ સ્ટ્રગલિંગ એક્ટ્રેસની જેમ આ સીન કરવાની પોતાની મજબૂરી ન બનાવી શકે. આ વિવાદ પર હજુ સુધી રામ ચરણ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.